________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદટીળા- મત્તા મિત્રેતા નો: જાસૌ? સ્વર્ગતા સુવર્ણમાવ:। સ્ય, દૃષવ: सुवर्णाविर्भावयोग्यपाषाणस्य । केन, योग्यानां सुवर्णपरिणामकरणोचितानां उपादानानां कारणानां योगेन मेलापकेन संपत्त्या यथा । एवमात्मनोऽपि पुरुषस्यापि न केवलं दृषद: इत्यपि शब्दार्थः। मता कथिता। कासौ ? आत्मता - आत्मनो जीवस्य भावो निर्मलनिश्चलचैतन्यं । कस्यां सत्यां ? द्रव्यादि स्वादिसंपतौ द्रव्यमन्वयिभावः आदिर्येषां क्षेत्रकालभावानां ते च ते स्वादयश्च सुशब्दः स्वशब्दो वा आदिर्येषां ते स्वादयो द्रव्यादयश्च स्वादयश्च । इच्छातो विशेषणविशेष्यभावः इति समासः । सुद्रव्यं सुक्षेत्रं सुकालः सुभाव इत्यर्थः । सुशब्दः प्रशंसार्थः प्राशस्त्यं चात्र प्रकृतकार्योपयोगित्वं द्रव्यादि स्वादीनां सम्पत्ति: संपूर्णता तस्यां सत्यां ॥२॥
૪)
યોગથી [દષવ: ] પાષાણને (સુવર્ણ પાષાણને ) [ સ્વર્ણતા] સુવર્ણપણું [મા] માનવામાં આવ્યું છે, [તથા] તેમ [ઞાત્મન: અપિ] આત્માને પણ (વ્યાવિસ્વાવિસમ્મત્તૌ) સુદ્રવ્યક્ષેત્રાદિ વા સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની સમ્પત્તિ હોતાં [આત્મતા] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [મતા ] માનવામાં આવ્યો છે.
ટીકા:- લોકો માને છે- અભિપ્રાય ધરાવે છે. શું તે (માને છે)? સ્વર્ણતા-સુવર્ણભાવ. કોને (માને છે)? પાષાણને અર્થાત્ જેમાં સુવર્ણ પ્રગટ થવાની યોગ્યતા છે તેવા પાષાણને. શા વડે? જેમ યોગ્ય એટલે સુવર્ણના પરિણામ કરવાને ઉચિત ઉપાદાન કારણોના યોગથી એટલે મેલાપથી–સમ્પત્તિથી (સુવર્ણતાનો આવિર્ભાવ માને છે), તેમ આત્માને પણ એટલે પુરુષને પણ (કેવળ પાષાણને નહિ, પુરુષને પણ- એમ અપિ શબ્દનો અર્થ છે.) માનવામાં આવે છે- કહેવામાં આવે છે. શું તે (માનવામાં આવે છે)? આત્મતા-આત્માનો-જીવનો ભાવ-નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ. શું હોતાં ? દ્રવ્યાદિ–સ્વાદિની સમ્પત્તિ હોતાં; દ્રવ્યઅન્વયિભાવ, આદિ- જે ક્ષેત્ર-કાલ-ભાવ છે તેની આદિમાં દ્રવ્ય છે તે (દ્રવ્યાદિ ) તથા સ્વાદિ એટલે સુશબ્દ અથવા સ્વશબ્દ જેમની આદિમાં તે સુઆદિ દ્રવ્યાદિ વા સ્વાદિ દ્રવ્યાદિઇચ્છાનુસાર વિશેષણ-વિશેષ્યભાવરૂપ સમાસ સુભાવ એવો અર્થ છે. સુશબ્દ પ્રશંસાના અર્થમાં છે. પ્રકૃત (મુખ્ય) કાર્યનું ઉપયોગીપણું તે પ્રશસ્યપણું છે. દ્રવ્યાદિ-સ્વાદિની એટલે સ્વ-દ્રવ્યક્ષેત્ર-કાલ–ભાવની સમ્પત્તિ એટલે સંપૂર્ણતા-તે હોતાં ( આત્માને નિર્મળ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે.)
ભાવાર્થ:- અનાદિ કાળથી સુવર્ણ પાષાણમાં શક્તિરૂપે સુવર્ણ વિધમાન છે. તેને જેમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપ યોગ્ય ઉપાદાન કારણનો (કાર્યોત્પાદનના સમર્થ કારણનો ) યોગ બનતાં તે સુવર્ણ વ્યક્તિરૂપે પ્રગટ થાય છે, તેમ આ આત્મામાં પણ શુદ્ધ નિશ્ચયનયથી કેવળજ્ઞાન-દર્શનાદિ સ્વભાવવાળો પરમાત્મા શક્તિરૂપે રહેલો છે. તેને સ્વદ્રવ્યાદિરૂપ કારણનો યોગ બનતાં, તે વ્યક્તિરૂપે સ્વયં પરમાત્મા બને છે અર્થાત્ આ આત્મા નિજ ઉપાદાનશક્તિથી જ પરમાત્મા બને છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com