________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) તેમના રચેલા ગ્રન્થોમાં જિનયજ્ઞકલ્પ, સાગારધર્મામૃત અને અનગારધર્મામૃત એ ત્રણ ગ્રન્થો દિ. જૈન સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમણે પોતાના પિતાના આદેશથી “અધ્યાત્મરહસ્ય' નામના આધ્યાત્મિક ગ્રન્થની પણ રચના કરી છે.
તેમણે મૂલાચાર, ઇષ્ટોપદેશ, ભગવતી આરાધના, ભૂપાલ-ચતુર્વિશતિ સ્તવન, સહસ્ત્રનામ સ્તવન, જિનયજ્ઞકલ્પદીપિકા, ત્રિષષ્ઠિસ્મૃતિ આદિ ગ્રન્થોની ટીકાઓ રચી છે. તેમને વૈધકનું પણ ઉત્તમ જ્ઞાન હતું.
તેમની રચેલી “ઇબ્દોપદેશ' ની સંસ્કૃત ટીકાનો અહીં અક્ષરશ: ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે.
ગ્રન્થકાર અને ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા માટે અનુવાદ સાથે ભાવાર્થ તથા વિશેષ” પણ આપવામાં આવ્યાં છે. દરેક શ્લોકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ નીચે ઉમેરવામાં આવ્યો છે.
આભાર સં. ટીકાની ભાષા તો સરલ છે, છતાં કોઈ કોઈ ઠેકાણે ટીકાકારનો ભાવ સ્પષ્ટ સમજાયો નહિ ત્યાં વિદ્વાન પંડિતવર્ય શ્રીયુત હિંમતલાલ જે. શાહની મદદથી તેને યથાયોગ્ય સ્પષ્ટ કરવા અહીં પ્રયત્ન કર્યો છે. તેમની સહાય માટે હું તેમનો અત્યંત ઋણી
આ અનુવાદ તેના યોગ્ય કાળે તેના કારણે પ્રગટ થાય છે, તેમાં પરમ અધ્યાત્મમૂર્તિ પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો ધારાવાહી આધ્યાત્મિક પ્રસાદ શુભ નિમિત્તરૂપ છે. એમ હું વિનયભાવે સ્વીકારી તેઓશ્રીને સાભાર ભક્તિભાવે વન્દન કરું છું. ભક્તામર-સ્તોત્રમાં કહ્યું છે કે:
“યત્વ નિ: નિ મધ મધુર વિરતિ,
तचाम्रचारुकलिकानिकरैकहेतु: ।' ભાવ એ છે કે વસંતઋતુમાં કોયલ જે મધુરપણે ટહૂકે છે, તેમાં આંબાના મહોરની ચારુ મંજરી એક હેતુ છે- નિમિત્તકારણ છે, તેમ આ ઇષ્ટોપદેશરૂપ કાવ્ય મંજરીના ઉદ્ઘાટનમાં ઉપરોક્ત મહા આત્મજ્ઞ સંતનો સદુપદેશ પણ નિમિત્ત છે. આથી તેઓશ્રી પ્રત્યે બહુમાન દર્શાવવા સહજ પ્રેરણા થાય એ સ્વાભાવિક છે.
ધર્મવત્સલ મુરબ્બી માન્યવર શ્રીયુત રામજીભાઈ માણેકચંદ દોશી વકીલે તથા સદ્ધર્મપ્રેમી સૌજન્યમૂર્તિ શ્રીયુત ખીમચંદભાઈ જે. શેઠે- બન્નેએ પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com