________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈબ્દોપદેશ
(૯૫ अन्यत्राप्रवर्त्तमानश्चेदृक् स्यात्
अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते।
अज्ञाततद्विशेषस्तु बद्ध्यते न विमुच्यते।।४।। टीका- स्वात्मतत्त्वनिष्ठोऽन्यत्र अगच्छन्नप्रर्वतमानस्तस्य स्वात्मनोऽन्यस्य देहादेःविशेषाणां सौन्दर्यासौन्दर्यादिधर्माणामनभिज्ञ आभिमुख्येनाप्रतिपत्तश्च भवति। अज्ञाततद्विशेष: पुनस्तत्राजायमानरागद्वेषत्वात्कर्मभिर्न बध्यते। किं तर्हि ? विशेषेण व्रताद्यनुष्ठातृभ्योऽतिरेकेण तैर्मुच्यते।
અન્યત્ર ન પ્રવર્તતો હોય ત્યારે તે આવો હોય
શ્લોક-૪૪ અન્વયાર્થ:- [ જીન] (બીજે ઠેકાણે ) નહિ જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહિ કરતો યોગી) [તોષાગામ] તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌન્દર્ય, અસૌન્દર્યાદિ ધર્મોનો ) [ અનભિજ્ઞ: ૨ નાયછે] અનભિન્ન રહે છે (તેનાથી અજાણ રહે છે ) અને [અજ્ઞાતતવિશેષ:] (સૌન્દર્ય-અસૌન્દર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [ન વધ્યતે] તે બંધાતો નથી, [તુ વિમુચ્યતે] પરંતુ વિમુક્ત થાય છે.
ટીકા - સ્વાત્મ-તત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી. પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે તે સ્વાભાથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત સૌન્દર્ય-અસૌન્દર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે, અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક) થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ-દ્વેષ ઉત્પન્ન થતો નથી; તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિનું અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતાં તે અતિરેકથી (અતિશયપણે) તેમનાથી (કર્મોથી) મુક્ત થાય
ભાવાર્થ- આત્મસ્વરૂપમાં સ્થિર યોગીને આત્મા સિવાય શરીરાદિ બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ હોતી નથી. તેથી તેને તે પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાનો અભાવ હોવાથી તેને રાગ-દ્વેષ ઉત્પન્ન થતો નથી અને બંધના કારણરૂપ રાગ-દ્વેષના અભાવમાં તે કર્મોથી બંધાતો નથી, પરંતુ તેને અનેકગણી નિર્જરા થાય છે.
વિશેષોથી અજ્ઞાત રહી, નિજ રૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે, છૂટે, નહિ બંધાય. ૪૪. Please inform us of any errors on rajesh@Atma Dharma.com