________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯). ૧૩. જે અજ્ઞાની છે તે કોઈથી જ્ઞાની થઈ શકતો નથી અને જે જ્ઞાની છે તે કોઈથી અજ્ઞાની થઈ શકતો નથી; ગુરુ આદિ તો ધર્માસ્તિકાયવ નિમિત્ત માત્ર છે.
(શ્લો. ૩૫) ૧૪. કાર્યની ઉત્પત્તિ સ્વાભાવિક ગુણની (પોતાના ઉપાદાનની) અપેક્ષા રાખે છે; સેંકડો ઉપાયો કરવા છતાં બગલાને પોપટની જેમ શીખવાડી શકાતું નથી.
(શ્લો. ૩પની ટીકા) ૧૫. જેમ જેમ આત્માનુભવ થતો જાય છે, તેમ તેમ સુલભ વિષયો પણ રચતા નથી અને
જેમ જેમ વિષયો પ્રત્યે અરુચિ થાય છે, તેમ તેમ આત્માનુભવની પરિણતિ વૃદ્ધિ
પામતી જાય છે. (શ્લો. ૩૭–૩૮) ૧૬ ધ્યાન-પરાયણ યોગીને પોતાના દેહનું પણ ભાન હોતું નથી. (શ્લો. -૪૨) ૧૭. પર તે પર છે, તેનો આશ્રય કરવાથી દુઃખ છે અને આત્મા તે આત્મા છે; તેનાથી
સુખ છે. તેથી મહાત્માઓ આત્માર્થે જ ઉદ્યમ કરે છે. (શ્લો. ૪૫) ૧૮. જે અજ્ઞાની પુદ્ગલને અભિનંદે છે તેનો કેડો (પીછો ) ચાર ગતિમાં પુદ્ગલ કદી
છોડતું નથી. (શ્લો. ૪૬ ) ૧૯. અવિદ્યાને દૂર કરવાવાળી મહાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ છે. મુમુક્ષુઓએ તેના સંબંધમાં પૃચ્છા કરવી, તેની જ વાંછા કરવી અને તેનો જ અનુભવ કરવો જોઈએ.
(શ્લો. ૪૯ ) ૨૦. જીવ અન્ય છે અને પુદ્ગલ અન્ય છે – એ તત્ત્વકથનનો સાર છે. બીજું જે કાંઈ કહેવામાં આવ્યું છે તે બધો તેનો જ વિસ્તાર છે. (શ્લો. ૫૦)
ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી તેઓ કર્ણાટક પ્રાંતના રહીશ બ્રાહ્મણકુલોત્પન્ન પ્રખર વિદ્વાન હતા. તેઓ વિદ્વાન્ હતા એટલું જ નહિ પણ ઉચ્ચ કોટિના સંયમી હતા. તેઓ ભારત-ભૂમિમાં છઠ્ઠા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયા- એમ વિદ્વાન પંડિતોનું માનવું છે.
તેમને વ્યાકરણ, ન્યાય, છંદ, જ્યોતિષ આદિનું તથા વૈધક, સૈદ્ધાંતિક, સાહિત્યિક અને આધ્યાત્મિક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હતું. વળી તેમની વિવેચન-શક્તિ પણ પ્રગાઢ હતી.
તેમની કૃતિઓમાં ખાસ કરીને જૈનેન્દ્રવ્યાકરણ, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ આદિ ગ્રન્થો, જૈનસમાજમાં તે તે વિષયોમાં બહુ આધારભૂત ગણાય છે. જૈનસમાજ ઉપર તેમનો મહાન ઉપકાર છે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com