________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રકાશકીય નિવેદન *
અહો ! ઉ૫કા૨ જિનવ૨નો, કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન કુંદ ધ્વનિ આપ્યા; અહો ! તે ગુરુ કહાનનો.
વર્તમાન શાશનનાયક ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પ્રમુખ ગણધરપ્રભુશ્રી ગૌતમસ્વામીથી ચાલ્યો આવતો જિનમાર્ગ તેઓશ્રીની પરંપરામાં ત્રીજે નંબરે જેનું નામ સુશોભિત છે એવા ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય દ્વારા પ્રરૂપિત પરમાગમોમાં ગ્રંથાધિરાજ સમયસાર અધ્યાત્મ જગતનો ભાનુ એવો મુખ્યગ્રંથ છે. અધ્યાત્મ જગતના યુગપ્રવર્તક પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ સમયસારજી ૫૨માગમ ઉ૫૨ ૧૯ વખત અધ્યાત્મની મસ્તીથી જાહેરમાં પ્રવચનો આપી તત્ત્વપિપાસુ જીવોને સુધામૃત પાન કરાવ્યું છે, અને સેંકડો વખત એકાંતમાં સ્વાનુભવપ્રધાન સ્વાધ્યાય કર્યો હતો.
પૂજ્ય ગુરુદેવશ્રીએ ૪૫વર્ષ સુધીના સમયમાં ઉપદેશમાં બે વાતની મુખ્યતા રાખી.
* આત્માનું સ્વરૂપ શું ?
* તેને પ્રાપ્ત કરવાની વિધી શું?
แ
પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા કેઃ- “આ આત્મા અકર્તા છે”–તે જૈનદર્શનની પરાકાષ્ઠા છે. -આવો અકર્તા જાણનાર આત્મા દૃષ્ટિમાં–અનુભવમાં કેમ આવે તે માટે અનુભવની વિધીનો મંત્ર બતાવ્યો કે; “આ આત્મા ખરેખર ૫૨ને જાણતો નથી તો પ૨ તરફ ઉપયોગ મુકવાની વાત જ કયાં રહી?”
(૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com