________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી છે. અજ્ઞાની કહે છે કે મેં સ્ત્રી, આંખો, હાથ, ચેષ્ટા વગેરેને દીઠા પણ ખરેખર તો તે જ્ઞાનનો સ્વ-પર પ્રકાશ પર્યાય ખીલ્યો છે. તે પણ પર પદાર્થ છે માટે નહિ પણ અનાદિ અનંત સ્વભાવ છે માટે પર્યાય પ્રગટે છે. પર છે માટે નહિ, પરને લીધે નહિ પર સારું જોયું માટે નહિ! મારો જ્ઞાનપર્યાય મારાથી પ્રગટે છે એમ માનવું જોઈએ.// પ૭૩ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩ર, પૃષ્ઠ ૧૭૧)
“રાગ-સ્વર સાંભળ્યો” એમ તે કહે છે રાગ-શબ્દ જડ છે, નિંદા ને પ્રશંસાના શબ્દો જડે છે માટે રાગને સાંભળ્યો નથી પણ તે ક્ષણની સામર્થ્ય શક્તિ સ્વ-પર શક્તિને જાણી છે. શબ્દને અડ્યા વિના, શબ્દ સામું જોયા વિના પોતાના સામર્થ્યથી સાંભળે છે તે સ્વર અથવા રાગ જ્ઞાનમાં આવે તો જ્ઞાન જડ થાય ને જ્ઞાન સ્વરમાં જાય તો જ્ઞાન ને સ્વર એક થઈ જાય. જ્ઞાન સ્વરને જાણે તો જ્ઞાનની હયાતી રહેતી નથી. સ્વ-પર સામર્થ્ય પોતાનું છે તે નિશ્ચયથી છે. પરને જાણે એમ કહેવું તે વ્યવહાર છે. “આ નિંદા સાંભળી.” “મારો જશ ગવાય છે તેને હું સાંભળું છું” એમ અજ્ઞાની કર્યું છે. તે વખતે તારી હુક્યાતી છે કે નહિ ? કે તેની હુણ્યાતીને તું સાંભળે છે? તું તારા જ્ઞાનપર્વને જાણી રહ્યો છે. અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ છે તેની જ્ઞાનપર્યાયનું પ્રવર્તન થઈ રહ્યું છે તેમ નહિ માનતા પરને જાણું છું એમ માનવું તે અધર્મ છે. શબ્દને સાંભળું છું એટલે પરને સાંભળે છે કે સ્વને? અને છોડી પરને સાંભળું છું. મને નૃત્ય ને રાગમાં મજા પડી એમ માનનારના જ્ઞાન તથા મજા બન્નેમાં ભૂલ છે. | પ૭૪TI (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુપ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭ર)
પંડિતજીએ કેવી શૈલીથી મૂકયું છે. વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે સ્વના સામર્થ્યને નહિ માનતો “મેં શબ્દ સાંભળ્યો” એમ માનવું તે મિથ્યા અભિપ્રાય છે. “મેં ફૂલ સ્થું” એમ માને છે ફૂલ તો જડ છે,
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com