________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૪
* પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્ર વાંચતા સમયે કહ્યું, જેમ વેપારમાં ચોપડાના પાનાં ફેરવે છે, તેમ આ પાનાં છે, કોઈ ફરક નથી, જો અંતરની (ધ્રુવ ચૈતન્યની ) દૃષ્ટિ નથી, તો બન્ને સમાન છે.।। ૫૩૬।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૧ )
* તીર્થંકર યોગ અને વાણી મળી તો સારું છે, ભવિષ્યમાં પણ આ ભાવથી મળશે, એવી તેમાં હોંશ આવે છે તો તેનાથી કઈ રીતે છૂટશે ? લાભ માને છે, તો કઈ રીતે છોડશે? તેનાથી ( એવા ભાવથી ) નુકસાન જ છે, લાભ નથી, લાભ તો મારાથી જ છે. વર્તમાનમાં જ મારાથી લાભ છે એવું જોર નહિ હોય તો પરમાં અટકી જશે.।। ૫૩૭।।
(શ્રી દ્રવ્ય દુષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૨ ) * વિચારમંથન પણ થાકી જાય, શૂન્ય થઈ જાય, ત્યારે અનુભવ થાય છે. મંથન પણ છે તો આકુળતા એકદમ તીવ્ર ધગશથી અંદરમાં ઉતરી જવું જોઈએ.।। ૫૩૮।।
(શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૭૨ ) * બસ એક જ વાત છે કે ‘હું ત્રિકાળી છું' એમ જામી રહેવું જોઈએ. પર્યાય થવાવાળી થાઓ-યોગ્યતાનુસાર થઈ જાય છે. હું તેમાં જતો નથી. ક્ષયોપશમ હોય, ન હોય, યાદ રહે, ન રહે, પરંતુ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક થઈ જવું જોઈએ.।। ૫૩૯।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૮૧) * કોઈ એકાંત વેદાંતમાં ખેંચી જાય નહિ તેટલા માટે બન્ને વાત બતાવી છે. પર્યાય બીજામાં થતી નથી, કાર્ય તો પર્યાયમાં જ થાય છે એમ કહે તો ત્યાં (પર્યાયની રુચિવાળા) ચોંટી જાય છેઆમ તો છે
* ‘હું ૫૨ને હણું છું ’ અને ‘હું ૫૨ને જાણું છું ’- સમકક્ષી પાપ છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com