________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ર૬ર પર્યાય પ્રગટ થઈ; હવે પૂર્ણતા લીધા વિના અંતરના નૈન ત્યાંથી પાછા ફરે જ નહિ, દ્રવ્યદૃષ્ટિ જ્યાં ચોંટી ત્યાંથી તે પાછી ફરતી નથી. અંતરમાં પૂર્ણતા કર્યે જ છૂટકો. જેમ ભગવાનના દર્શન થતાં નેત્ર ત્યાં થંભી જાય છે, તેમ જ્ઞાયકદેવનાં દર્શન થતાં અંતરનાં નેત્ર-દષ્ટિ ત્યાં ચોટી જાય છે. દષ્ટિ જામતાં જ્ઞાન પણ ત્યાં કથંચિત્ જામી ગયું. પછી ઉપયોગ અંદર અને બહાર એમ કરતાં કરતાં અંદરમાં પૂરો જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહો ! જ્ઞાયકદેવનો અને જિનેન્દ્રદેવનો અપાર મહિમા છે. આ પરા ( ગુજરાતી આત્મધર્મ ફેબ્રુઆરી ૧૯૯૧, પાનુ-૧૯, પૂ. બહેનશ્રી)
* પ્રશ્ન:- અસ્તિત્વનું ગ્રહણ એટલે શું?
ઉત્તર- અજ્ઞાનીને અનુભવ પહેલાં પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવવો જોઈએ. “આ જણાય છે, તે જણાય છે, માટે હું જાણનાર' તેમ નહિ પણ “આ રહ્યો હું જાણનાર જ્ઞાયક' એમ પોતાના અસ્તિત્વનો સીધો ખ્યાલ આવે. અભેદ એક આત્માનું ભાવભાસન થાય. આવા અસ્તિત્વના ગ્રહણ પછી જ સાચો પુરુષાર્થ શરૂ થાય છે. પ૩
(શ્રી અભિનંદનગ્રંથ, પાનું ૩૧૪)
* ઈન્દ્રિયજ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com