________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૦
પૂ. બહેનશ્રીનાં વચનામૃત
* આ બધે-બહાર-સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખુબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ.।। ૫૨૪।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૦૩)
* આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવાં આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ.।। ૫૨૫।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૬૫ )
* ચૈતન્ય મારો દેવ છે; તેને જ હું દેખું છું બીજું કાંઈ મને દેખાતું જ નથી ને! –આવું દ્રવ્ય ઉ૫૨ જોર આવે, દ્રવ્યની જ અધિક્તા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વબુદ્ધિ તૂટી એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં અનંતી મોળાશ આવી. ન્યારો, બધાથી ન્યારો થઈ જતાં સંસારનો રસ અનંતો થઈ જતાં સંસારનો રસ અનંતો ઘટી ગયો. દિશા આખી પલટાઈ ગઈ.।। પર૬।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૯૭)
* ઇન્દ્રિય જ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com