________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવોનું કામ થશે તો આપણા મંડળે જ આવું અણમોલું શાસ્ત્ર પ્રકાશીત કરવાનો લાભ લેવો, આ અંગે પૂ. ભાઈશ્રી તથા પૂ. શ્રી સંધ્યાબેન પાસે વિનંતી કરી અને તેઓશ્રીએ પ્રકાશીત કરવા મંજુરી આપી તેથી મંડળ અત્યંત વિનમ્ર ભાવે ઉપકાર માને છે.
જિનાગમ મહાસાગરમાંથી અણમોલ રત્ન વીણી વીણીને એકત્રીત કરી આ મહાનશાસ્ત્રમાળાનું અથાગ મહેનત કરી જે અપૂર્વ સંકલન કરી અમ સૌ મુમુક્ષુજગતને પ્રદાન કર્યું છે. તેવા પૂ. શ્રી સંધ્યાબેનનો પણ આ અવસરે ઉપકાર માન્યા સિવાય રહી શકાતું નથી, અતઃ પુનઃ પુનઃ આભાર માનીએ છીએ.
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે પ્રથમ આવૃત્તિના પુસ્તકો બહુ જ અલ્પ સમયમાં વેચાઈ જતાં આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે.
“ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ' આ વિષય ઉપર મૂળશાસ્ત્રોના તથા પૂર્વજ્ઞાનીઓ પૂ. શ્રીમદ્જી, પૂ. ગુરુદેવશ્રી, પૂ. સોગાનીજીના આધારો તો છે જ. સાથે આ દ્વિતીય આવૃત્તિમાં મૂળશાસ્ત્રો, પૂર્વજ્ઞાનીઓ -પૂ. શ્રીમદ્જી, પૂ. ગુરુદેવશ્રી, પૂ. બહેનશ્રી, પૂ. સોગાનીજીના થોડા વધુ આધારો ઉમેરવામાં આવ્યા છે.
- આ પુસ્તકમાં જે જે આધારો જે શાસ્ત્રમાંથી આપવામાં આવેલ છે તે શાસ્ત્રો તથા શાસ્ત્રકર્તાઓની સૂચી પણ પ્રકાશીત કરેલ
છે.
આ કાળે જેમના તરફથી સંસારના મૂળ સમાન ઇન્દ્રિયજ્ઞાન સંબંધી અદ્દભુત સ્પષ્ટતા થયેલ છે તથા જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આ પુસ્તક તૈયાર થઈ પ્રકાશીત થયેલ છે એવા પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com