________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
નાંખ...ગોટા કાઢી નાંખ, ને જ્ઞાનસ્વભાવના નિર્ણયનો ઉદ્યમ કર. જ્ઞાનસ્વભાવના નિર્ણય વિના “ક્રમબદ્ધ ની વાત તું કયાંથી લાવ્યો? માત્ર “ક્રમબદ્ધ” એવા શબ્દો પકડી લીધું ચાલે તેવું નથી. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને ક્રમબદ્ધને માને તો તો પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રહેવાનો પ્રશ્ન જ ન ઊઠે, કેમકે તેની પર્યાય તો અંતર-સ્વભાવમાં વળી ગઈ છે, તેને હવે મિથ્યાત્વનો ક્રમ હોય જ નહિ, અને સર્વજ્ઞભગવાન પણ એવું જુએ જ નહિ.
જેને જ્ઞાનસ્વભાવનું ભાન નથી, સર્વજ્ઞનો નિર્ણય નથી ને તે પ્રકારનો ઉધમ પણ કરતો નથી, વિકારની રુચિ છોડતો નથી ને ફક્ત ભાષામાં “ક્રમબદ્ધપર્યાય ”નું નામ લઈને સ્વછંદી થાય છે, તેવા જીવો તો પોતાના આત્માને જ છેતરે છે. અરે ! જે પરમ વીતરાગતાનું કારણ છે તેની ઓથ લઈને સ્વછંદને પોષે છે, એ તો તેની મહા ઊંધાઈ છે.
[૧૬૩] સ્વછંદીનો મનનો મેલ : નંબર ૨.
એક ત્યાગી-પંડિતજીએ વિદ્યાર્થી ઉપર ખૂબ ક્રોધ કર્યો, કોઈએ તેને ટકોર કરી ત્યારે તેણે કહ્યું કે ““અરે! મૈયા! તુમને ગોદૃસર નહીં પઢા, ગોમસારમેં નિરવા હૈ િનવ ભોજા ૩ય માતા હૈ ત દો દી નાતા હૈ''- જુઓ, આ ગોમટ્ટસાર શીખીને સાર કાઢયો ! અરે ભાઈ ! તું ગોમટ્ટસારની ઓથ ન લે, તારા જેવા સ્વછંદ પોષનારને માટે ગોમટ્ટસારનું એ કથન નથી. પહેલાં તો ક્રોધાદિ કષાય થાય તેનો ભય રહેતો, ને પોતાના દોષની નિંદા કરતો, તેને બદલે હવે તો તે પણ ન રહ્યું! ભાઈ રે! શાસ્ત્રનો ઉપદેશ તો વીતરાગતા માટે હોય? કે કષાય વધારવા માટે ? અજ્ઞાનદશામાં જેવો કષાય હતો એવા ને એવા જ કષાયમાં ઊભો હોય તો તે શાસ્ત્રને ભણ્યો જ નથી, ભલે ગોમટ્ટસારનું નામ લ્ય પણ ખરેખર તે ગોમટ્ટસારને માનતો જ નથી.
[ ૧૬૪] સ્વછંદીના મનનો મેલ : નંબર ૩.
-એ જ પ્રમાણે હવે આ ક્રમબદ્ધપર્યાયની વાતમાં લ્યો. કોઈ જીવ રુચિપૂર્વક તીવ્ર ક્રોધાદિ ભાવો કરે અને પછી એમ કહે કે “શું કરીએ ભાઈ ? અમારી કમબદ્ધ-પર્યાય એવી જ થવાની હતી!'' ક્રમબદ્ધપર્યાય સાંભળીને જ્ઞાયકસ્વભાવ તરફ વળવાને બદલે, જો આવો સાર કાઢે તો તે સ્વછંદી છે. ક્રમબદ્ધપર્યાયને તે સમજ્યો જ નથી. અરે ભાઈ ! તું ક્રમબદ્ધપર્યાયની ઓથ ન લે. તારા જેવા સ્વછંદ પોષનારને માટે આ વાત નથી. પહેલાં તો ક્રોધાદિ કષાયનો ભય રહેતો ને પોતાના દોષની નિંદા કરતો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com