SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ [ ૧૩૧] “સર્વમાવતરચ્છિ' સમયસારનું માંગલિક કરતાં પહેલા જ કલશમાં આચાર્યદેવે કહ્યું કે नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।१।। સમયસાર ”ને એટલે કે શુદ્ધ આત્માને નમસ્કાર કરતાં આચાર્યદવ કહે છે કે હું સાધક છું તેથી મારું પરિણમન અંતરમાં નમે છે, હું શુદ્ધાત્મામાં પરિણમું છું.-કેવો છે. શુદ્ધાત્મા? પ્રથમ તો સ્વાનુભૂતિથી પ્રકાશમાન છે એટલે સ્વસમ્મુખ જ્ઞાનક્રિયા વડે જ તે પ્રકાશમાન છે, રાગ વડે કે વ્યવહારના અવલંબન વડે તે પ્રકાશતો નથી. વળી કહ્યું કે તે જ્ઞાનસ્વભાવરૂપ વસ્તુ છે, ને પોતાથી અન્ય સમસ્ત ભાવોને પણ જાણનાર છે. આ રીતે, જીવનો જ્ઞાનસ્વભાવ છે ને ત્રણે-કાળની ક્રમબદ્ધપર્યાયોને જાણે છે-એ વાત પણ તેમાં આવી ગઈ. [ ૧૩૪ ] જ્ઞાનમાં પરને જાણવાની શક્તિ છે તે કાંઈ અભૂતાર્થ નથી. પ્રશ્ન-જીવનો જ્ઞાનસ્વભાવ છે, ને કેવળજ્ઞાન થતાં તે બધા પદાર્થોની ત્રણે-કાળની ક્રમબદ્ધ પર્યાયોને જાણે છે-એમ આપ કહો છો, પણ નિયમસારની ગા. ૧૫૯ તથા ૧૬૬માં કહ્યું છે કે કેવળી ભગવાન નિશ્ચયથી અને જાણે-દેખે છે, અને લોકાલોકને તો વ્યવહારથી જાણે-દેખે છે; તથા સમયસારની ગા. ૧૧માં વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે. માટે “સર્વજ્ઞા ભગવાને ત્રણકાળની બધી પર્યાયો જાણી છે ને તે પ્રમાણે જ પદાર્થોમાં ક્રમબદ્ધ પરિણમન થાય છે” એ વાત બરાબર નથી! (–આવો પ્રશ્ન છે.) ઉત્તર:-ભાઈ, તને સર્વજ્ઞની પણ શ્રદ્ધા ન રહી? શાસ્ત્રોની ઓથે તું તારી ઊંધી દષ્ટિને પોષવા માંગે છે, પણ તને સર્વજ્ઞની શ્રદ્ધા વગર, શાસ્ત્રના એક અક્ષરનો પણ સવળો અર્થ નહિ સમજાય. જ્ઞાન પરને વ્યવહારે જાણે છે-એમ કહ્યું, ત્યાં જ્ઞાનમાં જાણવાની શક્તિ કાંઈ વ્યવહારથી નથી, જાણવાની શક્તિ તો નિશ્ચયથી છે, પણ પર સાથે એકમેક થઈને-અથવા તો પરની સન્મુખ થઈને કેવળજ્ઞાન તેને નથી જાણતું તેથી વ્યવહાર કહ્યો છે. સ્વને જાણતાં પોતામાં એકમેક થઈને જાણે છે. તેથી સ્વપ્રકાશકપણાને નિશ્ચય કહ્યો, ને પરમાં એકમેક નથી થતું માટે પરપ્રકાશને વ્યવહાર કહ્યો છે. પણ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે તે તો નિશ્ચયથી જ છે, તે કાંઈ વ્યવહાર નથી. ‘સર્વ ભાવાંતરરિઝવે-એમ કહ્યું તેમાં શું બાકી રહી ગયું? તે કાંઈ વ્યવહારથી નથી કહ્યું. વળી ૧૬૦ મી ગાથામાં “સો સવ્વાણરિસી xxx અર્થાત્ આત્મા પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષ પણે જાણવાના સ્વભાવવાળો છે –એમ કહ્યું, તે કાંઈ વ્યવહારથી નથી કહ્યું પરંતુ નિશ્ચયથી એમ જ છે. જ્ઞાનમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે તે કાંઈ વ્યવહાર કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy