________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧
એકબીજાના ર્તા, કર્મ, કરણ વગે૨ે કહેવા તે વ્યવહા૨ છે. નિમિત્તથી ર્તા એટલે ખરેખર અર્તા; ને અર્તાને ર્તા કહેવો તે વ્યવહાર. નિશ્ચયથી અń ત્યારે વ્યવહારનું જ્ઞાન સાચું થયું. જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જે જ્ઞાતા થયો તે રાગને રાગ તરીકે જાણે છે પણ તે રાગમાં જ્ઞાનની એક્તા નથી કરતો, માટે તે જ્ઞાતા તો રાગનો પણ અર્તા છે.
[ ૧૧૯ ] ક્રમબદ્ધપર્યાયનું મૂળિયું.
જુઓ, આ ક્રમબદ્ધપર્યાયમાં ખરેખર તો જ્ઞાનસ્વભાવી આત્માની વાત છે; કેમ કે ક્રમબદ્ધપર્યાયનો જાણનાર કોણ ? ‘જ્ઞાયક 'ને જાણ્યા વિના ક્રમબદ્ધપર્યાયને જાણશે કોણ ? જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવપણે જે પરિણમ્યો તે જ્ઞાયક થયો, એટલે અર્કા થયો, ને તે જ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો. ‘જ્ઞાયક’ કહો કે ‘ અર્કા’ કહો;–જ્ઞાયક પરનો અર્તા છે. જ્ઞાયક સ્વભાવ તરફ વળીને આવું ભેદ જ્ઞાન કરે, પછી સાધકદશામાં ભૂમિકા પ્રમાણે જે વ્યવહાર રહ્યો તેને જ્ઞાની જાણે છે, એટલે વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે' એ વાત તેને લાગુ પડે છે. મિથ્યાદષ્ટિ તો શાયકને પણ નથી જાણતો, અને વ્યવહારનું પણ તેને સાચું જ્ઞાન નથી.
6
દ્રવ્ય પોતાની જે ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે તે પર્યાય જ તેનું કાર્ય છે, બીજું તેનું કાર્ય નથી. આ રીતે, એક ર્કાના બે કાર્ય હોતા નથી, તેથી જીવ અજીવને પરસ્પર કાર્યકારણપણું નથી. નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવો, એક પરમાણુથી માંડીને અચેતનમહાસ્કંધ, તેમજ બીજા ચાર અજીવ દ્રવ્યો, તે સર્વેને પોતપોતાના તે કાળના ક્રમબદ્ધ ઊપજતા પરિણામ સાથે તદ્રુપપણું છે. પર્યાયો અનાદિ-અનંત ક્રમબદ્ધ હોવા છતાં તેમાં વર્તમાનપણે તો એક પર્યાય જ વર્તે છે, અને તે તે સમયે વર્તતી પર્યાયમાં દ્રવ્ય તદ્રુપપણે વર્તી રહ્યું છે. વસ્તુ તો જ્યારે જુઓ ત્યારે વર્તમાન છે, જ્યારે જુઓ ત્યારે વર્તમાન સમયની પર્યાય સત્ છે, તે વર્તમાન પહેલાં થઈ ગયેલી પર્યાયો ભૂતકાળમાં છે ને પછી થનારી પર્યાયો ભવિષ્યમાં છે; વર્તમાન પર્યાય એક સમય પણ આઘીપાછી થઈને ભૂત કે ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી; તેમજ ભવિષ્યની પર્યાય ભૂતકાળની પર્યાયરૂપ થતી નથી કે ભૂતકાળની પર્યાય ભવિષ્યની પર્યાયરૂપ થઈ જતી નથી. અનાદિ-અનંત પ્રવાહક્રમમાં દરેક પર્યાય પોતપોતાના સ્થાને જ પ્રકાશે છે, એ રીતે પર્યાયોનું ક્રમબદ્ધપણું છે, -આ વાત પ્રવચનસારની ગા. ૯૯માં પ્રદેશોના વિસ્તાર-ક્રમનું દૃષ્ટાંત આપીને અલૌકિક
રીતે સમજાવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com