________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૫
[ ૫૮ ] પુદ્ગલમાં ક્રમબધ્ધપર્યાય હોવા છતાં.....
પુદ્દગલમાં કર્મ વગેરેની અવસ્થા પણ ક્રમબદ્ધ છે; પુદ્દગલમાં તે અવસ્થા થવાની ન હતી અને જીવે વિકાર કરીને તે અવસ્થા ઊપજાવી-એમ નથી. પુદ્ગલકર્મમાં ઉપશમઉદીરણા-સંક્રમણ-ક્ષય વગેરે જે અવસ્થાઓ થાય છે તે અવસ્થાપણે પુદ્ગલ પોતે જ ક્રમબદ્ધપર્યાયથી ઊપજે છે. આમ હોવા છતાં એવો નિયમ છે કે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી જ્ઞાતા થઈને જીવ જ્યાં અર્દાપણે પરિણમ્યો, ત્યાં જગતમાં એવી ક્રમબદ્ધપર્યાયની લાયકાતવાળા કોઈ પરમાણુ જ નથી કે જે તેને મિથ્યાત્વપ્રકૃત્તિરૂપે બંધાય. મિથ્યાત્વપ્રકૃતિ સાથેનો નિમિત્તનૈમિત્તિકસંબંધ જ તેને જ્ઞાયકષ્ટિમાં છૂટી ગયો છે. આ વાત આચાર્યદેવ હવે પછીની ગાથાઓમાં બહુ સરસ રીતે સમજાવશે.
[૫૯] ક્રમબધ્ધપર્યાય નહિ સમજનારની કેટલીક ભ્રમણાઓ.
અજીવમાં જ્ઞાન નથી એટલે તેની અવસ્થા તો જેમ થવાની હોય તેમ ક્રમબદ્ધ થયા કરે, પણ જીવની અવસ્થા ક્રમબદ્ધ ન હોય, તે તો અક્રમે પણ થાય-એમ કોઈ માને તો તે વાત જૂઠી છે.
અજીવમાં જ્ઞાન નથી માટે તેની અવસ્થા જીવ જેવી કરવા ધારે તેવી થાય એટલે તેની અવસ્થા ક્રમબદ્ધ નથી પણ અક્રમ છે, –પાણી ભર્યું હોય તેમાં જેવો રંગ નાખશો તેવા રંગનું તે થઈ જશે-એમ કોઈ માને તો તેની વાત પણ જૂઠી છે.
ક્રમબદ્ધપર્યાય છે માટે આપણે કાંઈ પુરુષાર્થ ન કરવો—એમ કોઈ માને તો તે પણ અજ્ઞાની છે, ક્રમબદ્ઘપર્યાયને તે સમજ્યો નથી.
હું જ્ઞાયક છું–એવા સ્વભાવનો પુરુષાર્થ કરતાં બધા દ્રવ્યોની ક્રમબદ્ધપર્યાયનો પણ નિર્ણય થાય છે, તે યથાર્થ છે. આ તરફ આત્માનો જ્ઞાયકસ્વભાવ ન માને, તથા બીજી તરફ પદાર્થોમાં ક્રમબદ્ધપરિણામ ન માને ને ફેરફાર કરવાનું માને તો તે જીવ વસ્તુ સ્વરૂપને જાણતો નથી ને પંચપરમેષ્ઠી ભગવંતોને પણ ખરેખર માનતો નથી.
[૬૦] જીવના કા૨ણ વગ૨ જ અજીવની ક્રમબદ્ધપર્યાય.
શરીરની અવસ્થા પણ અજીવથી થાય છે. હું તેની અવસ્થાને ફેરવું અથવા તો અનુકૂળ આહાર-વિહારનું બરાબર ધ્યાન રાખીને હું શરીરને સરખું રાખી દઉં-એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે. આહારના એક રજકણને પણ ફેરવવો તે જીવની ક્રિયા નથી. ‘દાણે દાણે ખાનારનું નામ' એવી પુરાણી કહેવત છે તે પણ શું સૂચવે છે?-કે જેના પેટમાં જે દાણો આવવાનો તે જ આવવાનો; જીવ તેનું ધ્યાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com