SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ [૨] પ્રવચન બીજું [વીર સં. ૨૪૮૦ ભાદરવા વદ ૧૩] પર્યાય દમબદ્ધ હોવા છતાં શુદ્ધસ્વભાવના પુરુષાર્થ વિના શુધ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતનો અપૂર્વ પુરુષાર્થ કરે તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય ક્રમબધ્ધ થાય છે. [૩૬] જેનો પુરુષાર્થ જ્ઞાયક તરફ વળ્યો તેને જ દમબદ્ધની શ્રદ્ધા થઈ. “અહો ! હું જ્ઞાયક છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે, એવા નિર્ણયનો અંતરમાં પ્રયત્ન કરે તેને એમ નક્કી થઈ જાય કે વસ્તુનો આવો જ સ્વભાવ છે ને સર્વશદેવે કેવળજ્ઞાનથી આમ જ જાણું છે. જે જીવે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા (એટલે કે નિમિત્તને લીધે કાંઈ ફેરફાર થાય કે રાગથી ધર્મ થાય એવું મનાવનારા) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા છૂટી ગઈ છે, જ્ઞાનસ્વભાવ તરફ તેનો પુરુષાર્થ વળ્યો છે અને તેને જ સર્વજ્ઞદેવની તથા ક્રમબદ્ધ-પર્યાયની યથાર્થ શ્રદ્ધા થઈ છે. [૩૭] સર્વશદેવને નહિ માનનાર. કોઈ એમ કહે કે “સર્વજ્ઞદેવ ભવિષ્યની પર્યાયને અત્યારે નથી જાણતા, પરંતુ જ્યારે તે પર્યાય થશે ત્યારે સર્વજ્ઞદેવ તેને જાણશે !'-તો આમ કહેનારને સર્વજ્ઞની શ્રદ્ધા પણ ન રહી. ભાઈ રે! ભવિષ્યના પરિણામ થશે ત્યારે સર્વજ્ઞદેવ જાણશે-એમ નથી, સર્વજ્ઞદેવને તો પહેલેથી જ ત્રણકાળ, ત્રણલોકનું જ્ઞાન વર્તે છે. તારે જ્ઞાયકપણે નથી રહેવું પણ નિમિત્ત વડે ક્રમ ફેરવવો છે-એ દષ્ટિ જ તારી ઊંધી છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ કરતાં પર્યાયનો નિર્મળ ક્રમ શરૂ થઈ જાય છે. જીવ-અજીવના બધા પરિણામો ક્રમબદ્ધ જેમ છે તેમ સર્વજ્ઞદેવે જાણ્યા છે' અને સૂત્રમાં પણ તેમજ જણાવ્યા છે; તેથી આચાર્યદવે ગાથામાં કહ્યું કે ““નીવર્સીનીવર્સી ટુ ને પરિણામ ટુ ફેસિયા સુત્તે.....'' જીવઅજીવના ક્રમબદ્ધપરિણામ જેમ છે તેમ સર્વજ્ઞદેવ તેના જાણનાર છે, પણ તેના કારક નથી. [૩૮] આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવળી વગેરેને પણ માનતો નથી. સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઊપજે છે; જીવમાં અનંત-ગુણો હોવાથી એક સમયમાં તે અનંતગુણોના અનંત પરિણામો થાય છે, તેમાં દરેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy