________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
જે રીતે કહેવાય છે તેનો નિર્ણય કર્યા વગર કોઈ રીતે શ્રદ્ધા-જ્ઞાન સાચાં થાય તેમ નથી.
[૩૩] ક્રમબદ્ધ પરિણમતા શાયકનું અલ્તપણું.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાન તેનો પરમસ્વભાવ છે, ને જ્ઞાન સાથે શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વિર્ય વગેરે અનંત ગુણો રહેલા છે. દ્રવ્ય પરિણમતાં તે બધા ગુણોનું ક્રમસર પરિણમન થાય છે.
આત્મા જ્ઞાયક છે એટલે તેનો સ્વભાવ સ્વ-પરને જાણવાનો છે; પરને કરે કે રાગ વડ પરનું કારણ થાય એવો તેનો સ્વભાવ નથી, તેમજ પર તેનું કાંઈ કરે કે પોતે પરને કારણ બનાવે-એવો પણ સ્વભાવ નથી; આ રીતે અકારણકાર્યસ્વભાવ છે.
અહીં સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારમાં આ ક્રમબદ્ધપર્યાયની વાત લઈને આચાર્યદેવે જીવનું અર્તાપણું સિદ્ધ કર્યું છે, એટલે કે જીવ જ્ઞાયક જ છે-એમ સમજાવ્યું છે. જ્ઞાનસ્વભાવી જીવે છે તેના અનંત ગુણોની સમય સમયની પર્યાયો ક્રમબદ્ધ જ ઊપજે છે અને તે જીવની સાથે એકમેક છે. ત્રણકાળની દરેક પર્યાય પોતાના સ્વકાળે જ ઊપજે છે, કોઈ પણ પર્યાય આડીઅવળી ઊપજતી નથી.
[૩૪] પુરુષાર્થનો મોટો પ્રશ્ન.
આમાં મોટો પ્રશ્ન છે કે “તો પછી પુરુષાર્થ કયાં રહ્યો ?'
તેનું સમાધાન :-આ નિર્ણય કર્યો ત્યાં એકલું જ્ઞાતાપણું જ રહ્યું, એટલે પરમાં ફેરફાર કરવાની બુદ્ધિથી ખસીને પુરુષાર્થનું જોર સ્વભાવ તરફ વળી ગયું. આ રીતે જ્ઞાન સાથે વીર્યગુણ (પુરુષાર્થ ) પણ ભેગો જ છે. જ્ઞાનની ક્રમબદ્ધપર્યાય સાથે સ્વભાવ તરફનો પુરુષાર્થ પણ ભેગો જ વર્તે છે. ક્રમબધ્ધપર્યાયમાં પુરુષાર્થ કાંઈ જુદો નથી રહી જતો. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જ્ઞાન સ્વ-તરફ વળ્યું ત્યાં તેની સાથે વીર્ય, સુખ, શ્રદ્ધા, ચારિત્ર, અસ્તિત્વ વગેરે અનંતા ગુણો એક સાથે જ પરિણમે છે, માટે આમાં પુરુષાર્થ પણ ભેગો જ છે.
[૩૫ ] “જ્ઞાયક અને કારક”
અનાદિ અનંત કાળમાં કયા સમયે કયા દ્રવ્યની કેવી પર્યાય છે-તે સર્વજ્ઞદેવે વર્તમાનમાં પ્રત્યક્ષ જાણી લીધું છે, પરંતુ-સર્વશદેવે જાણું માટે તે દ્રવ્યો તેવી ક્રમબધ્ધપર્યાયે પરિણમે છે-એમ નથી. પણ તે તે સમયની નિશ્ચિત ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવાનો દ્રવ્યોનો જ સ્વભાવ છે. સર્વજ્ઞનું કેવળજ્ઞાન તે તો “જ્ઞાયક’ છે એટલે કે જાણનાર છે, તે કાંઈ પદાર્થોનું કારક નથી. છએ દ્રવ્યો જ સ્વયં પોતપોતાના છ કારકપણે પરિણમે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com