________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯
અનંતકાળમાં પૂર્વે આ વાત નથી સમજયો તેથી સૂક્ષ્મ છે; તો પણ જિજ્ઞાસુ થઈને સમજવા માગે તો સમજાય તેવી છે. ભાઈ ! તું મૂંઝાઈ ન જા...પણ અંદર જા. મૂંઝવણ તે માર્ગ નથી, જ્ઞાનસ્વભાવને લક્ષમાં પકડીને અંતર્મુખ થા..વર્તમાનમાં જે જ્ઞાન જાણવાનું કાર્ય કરી રહ્યું છે તે જ્ઞાન કોનું છે? તે જ્ઞાનના દોરે-દોરે અંતરમાં જઈને અવ્યક્ત ચિદાનંદ સ્વભાવને પકડી લે..અંદરના ચૈતન્ય દરવાજાને ખોલ. આ ચૈતન્યભાવમાં ઊતરતાં બધું સમજાઈ જાય છે, ને મૂંઝવણ મટી જાય છે.
[૯૯] સાચો વિસામો...
પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાય સમયે સમયે સદાય થયા જ કરે, તેમાં વચ્ચે ક્યાંય જરાપણ વિસામો નહિ?
ઉત્તર:-ભાઈ, આ સમજણ તો તારા અનાદિના ભવભ્રમણનો થાક ઉતારી નાખે તેવી છે. ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયકસ્વભાવ તરફ એકાગ્ર થયો તે જ ખરો વિસામો છે.-તેમાંય સમયે સમયે પર્યાયનું પરિણમન તો ચાલ્યા જ કરે છે, પણ તે પરિણમન જ્ઞાન અને આનંદમય છે તેથી તેમાં આકુળતા કે થાક નથી, તેમાં તો પરમ અનાકુળતા છે ને તે જ સાચો વિસામો છે. અજ્ઞાની જીવ જ્ઞાયકપણાને ભૂલીને ““પરમાં આ કરું'' એવી મિથ્યામાન્યતાથી આકુળ-વ્યાકુળ દુ:ખી થઈ રહ્યો છે ને ભવભ્રમણમાં ભટકી રહ્યો છે; જો આ જ્ઞાયક સ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની વાત સમજે તો અનંતી આકુળતા મટી જાય. અંતસ્વભાવમાં જ્ઞાન-આનંદના અનુભવરૂપ સાચો વિસામો મળે.
[ ૧૦૦] સમકાતિ કહે છે
શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.'
આ ક્રમબદ્ધપર્યાયના યથાર્થ નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનો ને કેવળજ્ઞાનનો નિર્ણય આવી જાય છે. જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ જ્ઞાયક જ છે, તેમ મારો સ્વભાવ પણ જ્ઞાયક જ છે-આવો નિર્ણય થતાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું. હજી સાધકદશામાં અલ્પજ્ઞાન હોવા છતાં તે પણ જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાતાપણાનું જ કામ કરે છે, એટલે કેવળજ્ઞાનની શ્રદ્ધા તો થઈ ગઈ અર્થાત્ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ-જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગ શક્તિપણે કેવળજ્ઞાન છે-એમ સ્પષ્ટ જાણ્યું છે,
-એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, -વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, -ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com