________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
બધી પર્યાયો ક્રમબદ્ધ છે માટે જેવો ક્રમ હશે તેવી પર્યાય થયા કરશે, હવે આપણે કાંઈ પુરૂષાર્થ ન કરવો’-એમ કોઈ માને, તો તેને કહે છે કે ભાઈ ! જ્ઞાયક તરફના પુરૂષાર્થ વગર તું કમબદ્ધનો જ્ઞાતા કઈ રીતે થયો? તારા જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પ્રયત્ન કર્યા વગર ક્રમબદ્ધ-પર્યાયને તું કઈ રીતે સમજ્યો? સ્વસમ્મુખ થઈને જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે તેને જ ક્રમબદ્ધપર્યાય સમજાય છે, અને તેની પર્યાયમાં નિર્મળતાનો ક્રમ શરૂ થઈ જાય છે. આ રીતે, સ્વસમ્મુખ પુરૂષાર્થ અને ક્રમબદ્ધપર્યાયના નિર્ણયની સંધિ છે.
[૯૭] ક્રમબદ્ધપર્યાય અને તેનું ર્તાપણું.
પ્રશ્ન-ક્રમબદ્ધપર્યાય છે તેમાં ર્તાપણું છે કે નહિ ?
ઉત્તર:-હા; જેણે સ્વસમ્મુખ થઈને પોતાના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કર્યો છે તેને પોતાની નિર્મળ કમબદ્ધપર્યાયનું ર્તાપણું છે; અને તેને જ્ઞાયકસ્વભાવની દષ્ટિ નથી ને પરમાં ક્નત્વબુદ્ધિ છે. તેને પોતામાં મિથ્યાત્વાદિ મલિન ભાવોનું ર્તાપણું છે.
અજીવને તે અજીવની કમબદ્ધ અવસ્થાનું ર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરીને જે જીવ જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે તેને વિકારનું ર્તાપણું રહેતું નથી, તે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ જ્ઞાનભાવનો જ í છે.
[૯૮] ઝીણું-પણ સમજાય તેવું!
પ્રશ્ન-આપ કહો છો તે વાત તો ઘણી સરસ છે, પણ બહુ ઝીણી વાત છે; આવી ઝીણી વાત!
ઉત્તર:-ભાઈ, ઝીણું તો ખરું-પણ સમજાય તેવું ઝીણું છે કે ન સમજાય તેવું? આત્માનો સ્વભાવ જ ઝીણો (અતીન્દ્રિય) છે, એટલે તેની વાત પણ ઝીણી જ હોય. આ ઝીણું હોવા છતાં સમજી શકાય તેવું છે. આત્માની ખરેખરી જિજ્ઞાસા હોય તો આ સમજાયા વગર રહે નહિ. વસ્તુસ્વરૂપમાં જેમ બની રહ્યું છે તે જ સમજવાનું આ કહેવાય છે; માટે ઝીણું લાગે તો પણ “સમજાય તેવું છે, અને આ સમજવામાં જ મારું હિત છે”એમ વિશ્વાસ અને ઉલ્લાસ લાવીને અંતરમાં પ્રયાસ કરવો જોઈએ. આ સમજયા વગર જ્ઞાન કદી સાચું થાય નહિ, ને સાચા જ્ઞાન વગર શાંતિ થાય નહિ. “ઝીણું છે માટે મને નહિ સમજાય”—એમ ન લેવું; પણ ઝીણું છે માટે તે સમજવા માટે અપૂર્વ પ્રયત્ન કરવોએમ બહુમાન લાવીને સમજવા માંગે તો આ અવશ્ય સમજાય તેવું છે.
અહો ! આ તો અંતરની અધ્યાત્મકવિધા છે; આ અધ્યાત્મવિધાથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વગરનું બીજું બધું બહારનું જાણપણું તે તો મ્લેચ્છવિધા સમાન છે, તેનાથી આત્માનું કોઈ પણ હિત નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com