________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
છે તે કંઈ અભૂતાર્થ છે?-નહિ. જેમ સમયસારની સાતમી ગાથામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદને પણ અભૂતાર્થ કહ્યો, -તો શું આત્મામાં તે ગુણો છે જ નહિ?–છે તો ખરા. તેમ કેવળીભગવાન પરને જાણે-તેને વ્યવહાર કહ્યો, તો શું પરનું જાણપણું નથી ? પરને પણ જાણે તો છે જ. કેવળી પરને જાણતા જ નથી-એમ નથી. કેવળીને પરનો આશ્રય નથીપરમાં તન્મય થઈને નથી જાણતા-પરની સન્મુખ થઈને નથી જાણતા-માટે પરપ્રકાશકપણાને વ્યવહાર કહ્યો છે. પરપ્રકાશકપણાનું જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કાંઈ વ્યવહારથી નથી, તે તો નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. ભગવાનના કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થોની નોંધ છે. પં. રાજમલ્લજી સમયસાર કલશની ટીકામાં કહે છે કે સંસારી જીવોમાં એક ભવ્યરાશિ છે ને એક અભવ્યરાશિ છે; તેમાં અભવ્યરાશિ જીવ તો ત્રણ કાળમાં મોક્ષ પામતા નથી, ભવ્ય જીવોમાંથી કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે; અને તેનો મોક્ષ પહોંચવાનો કાળ પરિમાણ છે અર્થાત્ આ જીવ આટલો કાળ વીત્યે મોક્ષ જશેએવી નોંધ કેવળજ્ઞાનમાં છે.-“ચંદ ની રૂતના વન વીત્યા મોક્ષ નર્સિ-સૌ ચૌધુ
વેdજ્ઞાન માંડે છે' (પૃષ્ઠ ૧૦) કેવળી ભગવાનના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકની બધી નોંધ છે. જે જીવને અંતસ્વભાવના જ્ઞાનનો પુરુષાર્થ થયો તેને અલ્પકાળમાં મોક્ષ થવાનો છે એમ કેવળજ્ઞાનની નોંધમાં આવી ગયું છે. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ ભગવાન બેઠા તેની મુક્તિ ભગવાનના જ્ઞાનમાં લખાઈ ગઈ.
પ્રશ્ન-કેવળી ભગવાનને વિકલ્પ તો નથી, તો વિકલ્પ વગર પરને શી રીતે જાણે ?
ઉત્તર-પૂરને જાણતાં કેવળીને કાંઈ પર તરફ ઉપયોગ નથી મૂકવો પડતો; પણ પોતાનું જ્ઞાનસામર્થ્ય જ એવું સ્વ-પર પ્રકાશક ખીલી ગયું છે કે સ્વ-પર બધું એક સાથેવિકલ્પ વગર-જ્ઞાનમાં જણાય છે. પરને જાણવું તે કાંઈ વિકલ્પ નથી. (જ્ઞાનને સવિકલ્પ કહેવાય છે તેમાં જુદી અપેક્ષા છે. અહીં રાગરૂપ વિકલ્પની વાત છે.) કેવળીભગવાનને જ્ઞાનનું સામર્થ્ય જ એવું પરિણમી રહ્યું છે કે રાગના વિકલ્પ વગર જ સ્વ-પર બધું પ્રત્યક્ષ જણાય છે.
અહો આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે સ્વભાવમાંથી જે કેવળજ્ઞાન ખીલ્યું તેનું અચિંત્ય સામર્થ્ય છે. તે કેવળજ્ઞાન
અસ્પષ્ટ જાણે નહિ, વિકલ્પથી જાણે નહિ, પરસમ્મુખ થઈને જાણે નહિ, છતાં જાણ્યા વિનાનું કાંઈ પણ રહે નહિ. –આવું કેવળજ્ઞાન છે!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com