________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
(૩) જ્ઞાન પરને જાણે છે, ત્યાં “પરનું જ્ઞાન અથવા તો રાગનું જ્ઞાન' કહવું તે
સદભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય છે. (૪) જ્ઞાન તે આત્મા એવો ગુણ-ગુણી ભેદ તે સદ્ભુત અનુપચરિત
વ્યવહારનયનો વિષય છે.
(“નયના આ ચારે પ્રકારોનું સ્વરૂપ, તથા જ્ઞાયકના આશ્રય-નિશ્ચયના આશ્રયેતેમનો નિષેધ” –એ બાબતમાં પૂ. ગુરુદેવના વિસ્તૃત પ્રવચન માટે જુઓ-આત્મધર્મ અંક ૧OO તથા ૧૦૧)
એકાકાર જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટયાં, ને રાગાદિથી ભિન્નતા જાણી, ત્યાં સાધકદશામાં ઉપર મુજબ જે જે વ્યવહાર હોય તેને જ્ઞાની પોતાના જ્ઞાનનું શેય બનાવે છે. જો કે દૃષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ પડી છે, પણ “પર્યાયમાં વ્યવહાર છે જ નહિ–રાગ છે જ નહિ” એમ નથી માનતા, તેમ જ તે વ્યવહારને પરમાર્થમાં પણ ખતવતા નથી, એટલે કે તે વ્યવહારના અવલંબનથી લાભ માનતા નથી, તેને જ્ઞાનના યપણે જેમ છે તેમ જાણે છે. અહીં જ્ઞાયકસન્મુખ જ્ઞાનના ક્રમમાં રહીને રાગના ક્રમને પણ જેમ છે તેમ જાણે જ છે, પરંતુ જ્ઞાયકની અધિકતામાં તે રાગનો પણ અર્જા જ છે; આવા જ્ઞાયકસ્વભાવની દષ્ટિ તે ધર્મનો મૂળ પાયો છે.
[ ક્રમબદ્ધપર્યાય ઉપરનાં પ્રવચનો અહીં પૂર્ણ થાય છે; આ પ્રવચનો દરમિયાન, આ વિષયને લગતી કેટલીક ચર્ચાઓ થએલી, તે પણ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવી છે.]
[૪૭] “કેવળીના જ્ઞાનમાં બધી નોંધ છે 'પરને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે તે
કાંઈ અભૂતાર્થ નથી.
આ ક્રમબધ્ધપર્યાય તે તો વસ્તુનું જ સ્વરૂપ છે; તેને સિદ્ધ કરવા માટે કેવળજ્ઞાનની દલીલ આપીને એમ કહેવામાં આવે છે કે સર્વજ્ઞદેવે કેવળ જ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકના સ્વ-પર સમસ્ત પદાર્થોને પ્રત્યક્ષ જોયા છે, અને તે પ્રમાણે જ પરિણમન થાય છે.
ત્યારે આની સામે કેટલાક એમ કહે છે કે-“કેવળી ભગવાન પરને તો વ્યવહારથી જાણે છે, ને વ્યવહાર તો અભૂતાર્થ છે-એમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે કેવળી પરને ન જાણે – આમ કહીને તેઓ આ ક્રમબદ્ધપર્યાયની વાતનો વિરોધ કરવા માંગે છે.-પણ ખરેખર તો તે કેવળજ્ઞાનની અને શાસ્ત્રના કથનની મશ્કરી કરે છે. શાસ્ત્રની ઓથ લઈને પોતાનો સ્વછંદ પોષવા માંગે છે. અરે ભાઈ ! કેવળીને સ્વ-પરપ્રકાશક પૂરું જ્ઞાન-સામર્થ્ય ખીલી ગયું છે, તે જ્ઞાન કાંઈ અભૂતાર્થ નથી. શું જ્ઞાનનું પરપ્રકાશક સામર્થ્ય
૧૫૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com