________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૭
તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; સાત તત્ત્વોમાં જીવતત્ત્વ જ્ઞાયક સ્વરૂપ છે. હું જ્ઞાયકસ્વરૂપ જીવ છું એમ જાણતો સમકીતિ પર્યાયે પર્યાયે જ્ઞાતાભાવે જ ઊપજે છે એટલે જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. જ્ઞાતા પોતે ક્ષણેક્ષણે પોતાને જાણતો થકો ઊપજે છે. જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી ઉપજતો જ્ઞાયક જ્ઞાતાદ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે, તે ક્ષણે વર્તતા રાગનો તે જ્ઞાયક છે પણ તેનો ર્તા નથી. જ્ઞાતા તે કાળે વર્તતા રાગાદિને વ્યવહારને જાણે છે, -તે રાગને કારણે નહિ પણ તે વખતના પોતાના જ્ઞાનને કારણે તે રાગને પણ જાણે છે. આ રીતે જ્ઞાની જીવ પોતાના ક્રમબદ્ધ જ્ઞાનપરિણામે ઊપજે છે.
[૫૧] નિમિત્તનું અસ્તિત્વ કાર્યની પરાધીનતા નથી સૂચવતું.
અજીવ પણ પોતાની કમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે, કોઈ બીજો તેનો ઉપજાવનાર નથી. જુઓ, ઘડો થાય છે, ત્યાં માટીના પરમાણુઓ સ્વયં તે પર્યાયપણે ઊપજે છે, કુંભાર તેને ઉપજાવતો નથી. કુંભારે ઘડો ઉપજાવ્યો-એમ કહેવું તે તો ફક્ત નિમિત્તના સંયોગનું કથન છે. “નિમિત્ત છે તે કાંઈ નૈમિત્તિક કાર્યની પરાધીનતા નથી બતાવતું. એક વસ્તુના કાર્ય વખતે નિમિત્ત તરીકે બીજી ચીજનું અસ્તિત્વ હોય તે કાંઈ કાર્યની પરાધીનતા નથી બતાવતું, પણ જ્ઞાનનું સ્વ-પરપ્રકાશક સામર્થ્ય જાહેર કરે છે.
[ પ ] શ્રી રામચંદ્રજીના દાંતે ધર્મીના કાર્યની સમજણ.
- શ્રી રામ-લક્ષ્મણ-સીતા જ્યારે વનમાં હતા ત્યારે હાથે માટીનાં વાસણ બનાવીને તેમાં ખોરાક રાંધતા; રામચંદ્રજી બળદેવ હતા ને લક્ષ્મણ વાસુદેવ હતા; તેઓ મહા ચતુર, બૌતેર કળાના જાણનાર શ્લોકા પુરુષો હતા. માટીનાં વાસણ જંગલમાં હાથે બનાવી લેતાં ને તેમાં રાંધતાં. “રામે વાસણ બનાવ્યા” એમ બોલાય, પણ ખરેખર તો માટીના પરમાણુઓ સ્વયં તે વાસણની અવસ્થારૂપે ઊપજ્યા છે. રામચંદ્રજી તો આત્મજ્ઞાની હતા, અને તે વખતે પણ તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવની દષ્ટિથી જ્ઞાતાભાવપણે જ ઊપજતા હતા; માટીની પર્યાયને હું ઉપજાવું છું એમ તેઓ માનતા ન હુતા; સ્વ-પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતા થકા તે વખતના વિકલ્પને અને વાસણ થવાની ક્રિયાને જાણતા હતા. જાણનારપણે જ ઊપજતા હતા, પણ રાગના કે જડની ક્રિયાના íપણે ઊપજતા ન હતા. જુઓ આ ધર્મીનું કાર્ય ! આવી ધર્મની દશા છે, એનાથી વિપરીત માને તો તે અજ્ઞાની છે, તેને ધર્મના સ્વરૂપની ખબર નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com