________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૩
[૪૩] “જીવ” કેવો? અને જીવની પ્રભુતા શેમાં?
અહીં સ્વભાવ સાથે અભેદ થઈને જે પરિણામ ઊપજ્યા તેને જ જીવ કહ્યો છે, રાગાદિમાં અભેદ થઈને ખરેખર જ્ઞાની જીવ ઊપજતો નથી. જ્ઞાયકભાવના અવલંબને જે નિર્મળ પરિણામ ઊપજ્યા તે જીવ સાથે અભેદ છે તેથી તે જીવ છે, તેમાં રાગનું કે અજીવનું અવલંબન નથી તેથી તે અજીવ નથી.
જુઓ, આ જીવની પ્રભુતા ! પ્રભો! તારી પ્રભુતામાં તું છો, -રાગમાં કે અજીવમાં તું નથી. તારી પ્રભુતા તારા જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે, અજીવના અવલંબનમાં તારી પ્રભુતા નથી; તારા જ્ઞાયકભાવના પરિણમનમાં તારી પ્રભુતા છે, રાગના પરિણમનમાં તારી પ્રભુતા નથી. કોઈ ભગવાન જગતના નિયામક છે–એ વાત તો જાડી છે, પણ તારો જ્ઞાનસ્વભાવ સ્વ-પરનો નિશ્ચાયક છે-નિશ્ચય કરનાર છે, -જાણનાર છે. જ્ઞયની ક્રમબદ્ધ અવસ્થાને કારણે અહીં તેનું જ્ઞાન થાય છે-એમ નથી, તેમજ જ્ઞાનને કારણે યોનું ક્રમબદ્ધ તેવું પરિણમન થાય છે-એમ પણ નથી.
[૪૪] “પર્યાયે પયાયે જ્ઞાયકપણાનું જ કામ.”
જાઓ, પાલેજ ગામનું સ્ટેશન બજારથી તદ્દન નજીકમાં છે, ઘરે બેઠા બેઠા ગાડીનો પાવો સંભળાય ને બે મિનિટમાં સ્ટેશન પહોંચી જવાય-એટલું નજીક છે. કોઈવાર ગાડીમાં જવું હોય ને જમવા બેઠા હોય ત્યાં ગાડીનો અવાજ સંભળાય; પહેલાં ધીમે ધીમે જમતા હોય, ને ગાડી આવવાની ખબર પડતાં જ ઉતાવળથી જમવાની ઈચ્છા થાય, ને કોળિયા પણ જલદીથી ઉપડવા માંડે, છતાં બધું ક્રમબદ્ધ પોતપોતાના કારણે જ છે.
ગાડી આવી માટે જ્ઞાન થયું-એમ નથી, તેમજ જ્ઞાનને કારણે ગાડી આવી નથી. ગાડી આવવાનું જ્ઞાન થયું માટે તે જ્ઞાનને લીધે જલદી ખાવાની ઇચ્છા થઈ-એમ નથી;
જ્ઞાનને લીધે કે ઇચ્છાને લીધે ખાવાની ક્રિયામાં ઝડપ આવી-એમ પણ નથી.
-દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતપોતાની ક્રમબદ્ધ લાયકાત પ્રમાણે પરિણમે છે, એમ સમજે તો જ્ઞાયકપણું થયા વિના રહે નહિ.
એ જ પ્રમાણે, કોઈ માણસ ફરવા જાય ને ધીમે ધીમે ચાલતો હોય, પણ જ્યાં વરસાદ આવે ત્યાં એકદમ ઝડપથી પગ ઉપડવા માંડે, –તેમાં પણ ઉપરના દષ્ટાંતની જેમ જીવ-અજીવના પરિણમનની સ્વતંત્રતા સમજી લેવી, ને એ પ્રમાણે સર્વત્ર સમજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com