SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ આ વાત લોકોને બેસતી નથી, ને ફેરફાર કરવાનું-પરનું ર્તાપણું-માને છે. આચાર્ય પ્રભુ સમજાવે છે કે ભાઈ ! જ્ઞાનસ્વભાવ તો બધાને જાણે, કે કોઈને ફેરવે ? તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને તું સ્વ તરફ ફરી જા, ને પરને ફેરવવાની મિથ્થાબુદ્ધિ છોડી [૪૨] * જ્ઞાન અને શેયની પરિણમનધારા; * કેવળીભગવાનના દષ્ટાંત સાધકદશાની સમજણ. કેવળજ્ઞાની ભગવાનને પૂરેપૂરો સ્વ-પરપ્રકાશકભાવ પરિણમી રહ્યો છે ને સામે આખું શેય જણાઈ ગયું છે. જ્ઞયો બધા ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે, ને અહીં પૂરું જ્ઞાન તથા તેની સાથે પૂર્ણ આનંદ, વીર્ય વગેરે ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે. જ્ઞાન અને શેય બંને વ્યવસ્થિત-ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે છતાં કોઈ કોઈને ફેરવતું નથી. કોઈને કારણે કોઈ નથી. યોમાં, પહેલા સમયે જે વર્તમાનરૂપ છે તે બીજા સમયે ભૂત રૂપ થઈ જાય છે, ને ભવિષ્ય તે વર્તમાનરૂપ થતું જાય છે, એ રીતે જ્ઞાનની પર્યાયો પલટે છે, પરંતુ જ્ઞાન તો ભૂત-ભવિષ્યને વર્તમાન ત્રણેને એક સાથે જાણે છે, તે કાંઈ ક્રમથી નથી જાણતું. અહીં પૂરો જ્ઞાયકભાવ, ને સામે બધા યો-એમ જ્ઞાન અને જ્ઞયની પરિણમનધારા ચાલી જાય છે, તેમાં વચ્ચે ભગવાનને રાગાદિ આવતા નથી. અહીં કેવળી ભગવાનનો દાખલો આપીને એમ સમજાવવું છે કે, જેમ ભગવાન એકલા જ્ઞાયકભાવપણે જ પરિણમે છે તેમ સાધકજ્ઞાની પણ પોતાના જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાયકભાવપણે જ પરિણમે છે; તેનું જ્ઞાન, રાગને જ્ઞયપણે જાણતું પ્રવર્તે છે પણ રાગને અવલંબીને પ્રવર્તતું નથી. “ભગવાનનું કેવળજ્ઞાન લોકાલોકને અવલંબીને પ્રવર્તે છે” એમ કહેવાય, પણ તે તો જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યની વિશાળતા બતાવવા માટે કહ્યું છે, કેવળજ્ઞાનમાં કાંઈ પરનું અવલંબન નથી. તેમ સાધકના જ્ઞાનમાં પોતાના જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈનું અવલંબન નથી. કેવળીભગવાનને તો રાગાદિરૂપ વ્યવહાર રહ્યો જ નથી, સાધકને ભૂમિકા અનુસાર અલ્પરાગાદિ છે તે વ્યવહારજ્ઞયપણે છે; તેથી કહ્યું કે “વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનવાન છે” પણ સાધકને તે વ્યવહારનું અવલંબન નથી, અવલંબન તો અંતરના પરમાર્થભૂત જ્ઞાયકસ્વભાવનું જ છે. સ્વ-પરપ્રકાશક જ્ઞાનસામર્થ્યમાં તે તે કાળનો વ્યવહાર અને નિમિત્તો શેયપણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy