________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭
પ્રશ્ન-જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગિતા શું છે?
ઉત્તર:-ભાઈ, આત્મામાં પરની ઉપયોગિતા છે જ કયાં? ઉપયોગિતા તો ઉપયોગસ્વરૂપ આત્માની જ છે, નિમિત્તની ઉપયોગિતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. “આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી'-એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું જ્ઞય છે. જગતમાં યપણે તો ત્રણકાળ ત્રણલોક છે, તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ ? અજ્ઞાનીઓ એમ કહે છે કે ““નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કંઈક કરી ઘે એમ માનો, તો તમે નિમિત્તને માન્યું કહેવાય.'' પણ ભાઈ ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી એમ માનવામાં જ નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી ઘે-એમ માનતાં નિમિત્ત નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન-નિમિત્તની એક્તા થઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. માટે નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ, જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયક સ્વભાવની દષ્ટિ નથી ને એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, કેમકે સ્વ-પરપ્રકાશક સમ્યજ્ઞાન જ તેને ખીલ્યું નથી.
[૨]
પ્રવચન બીજું
[ વીર સં. ૨૪૮૦ આસો સુદ આઠમ ]
[૩૩] “જીવ ” અજીવનો ર્તા નથી, કેમ નથી?
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ક્રમબદ્ધપર્યાયનું વર્ણન કરીને આચાર્યદેવે આત્માનું અર્તાપણું બતાવ્યું છે. દરેક દ્રવ્ય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે ને તેમાં જ તે તન્મય છે, પણ બીજા દ્રવ્યની પર્યાયપણે કાંઈ ઊપજતું નથી, એટલે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાનું ર્તા નથી. એ ઉપરાંત જ્ઞાયક-સ્વભાવની દષ્ટિમાં કમબદ્ધ ઊપજતો જીવ રાગનો કે કર્મનો ક્ન નિમિત્તપણે પણ નથી, એ વાત અહીં ઓળખાવવી છે.
જીવ અજીવનો ક્ત નથી કેમ નથી ? કે અજીવ પણ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતું થયું તેમાં તદ્રુપ છે, ને જીવ પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com