________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
જેને જ્ઞાયકસ્વભાવ ને ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા થઈ હોય તે જીવને કુદેવકુગુરુ-કુશાસ્ત્રનું સેવન હોય જ નહિ. કો'કના શબ્દો લઈને ગોખી લ્ય-એમ કાંઈ ચાલે તેવું નથી. બધા પ્રકારની પાત્રતા હોય ત્યારે આ વાત સમજાય તેવી છે.
[૩૦] ભગવાન! તું કોણ! ને તારા પરિણામ કોણ?
જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય રાગ તે પણ ખરેખર જીવ નથી, જ્ઞાની તે રાગપણે ઊપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી જ્ઞાયકપણે ઊપજતો જીવ તે કર્મ-શરીર વગેરેનો નિમિત્તí પણ નથી; જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકભાવપણે જ તે ઊપજે છે.આવું જીવનું સ્વરૂપ છે.
* ભગવાન! તું કોણ? ને
તારા પરિણામ કોણ? તેને ઓળખ. * તું જીવ! જ્ઞાયક! અને
જ્ઞાયકના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્મળ પર્યાય ઊપજી તે તારા પરિણામ !
–આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઊપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો ક્ત થઈને પરને ઉપજાવે કે પર નિમિત્તે પોતે ઊપજે-એવો તારો સ્વભાવ નથી. એકવાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો જ્ઞાયકના આશ્રયે તારી કમબદ્ધ-પર્યાયમાં નિર્મળ પરિણમન થાય.
[૩૧] જ્ઞાનીની દશા.
જ્ઞાયકસ્વભાવસભુખ થઈને જે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો છે એવા જ્ઞાનીને પ્રમાદ પણ નથી હોતો ને આકુળતા પણ નથી હોતી; કેમકે (૧) જ્ઞાનસ્વભાવની સન્મુખતા કોઈ પણ સમયે ટળતી નથી એટલે પ્રમાદ થતો નથી, દષ્ટિના જોરે સ્વભાવના અવલંબનનો પ્રયત્ન ચાલુ જ છે; અને (૨) ક્રમ ફેરવવાની બુદ્ધિ નથી એટલે ઉતાવળ પણ નથી, -પર્યાયબુદ્ધિની આકુળતા નથી, પણ ધીરજ છે જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન કરીને પરિણમે છે, તેમાં પ્રમાદ પણ કેવો ને આકુળતા પણ કેવી? [૩૨] “અકિંચિત્થર હોય તો, નિમિત્તની ઉપયોગિતા શું?-અજ્ઞાનીનો પ્રશ્ન.
જેને જ્ઞાયકની દૃષ્ટિ નથી ને ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પણ મિથ્યાદષ્ટિ છે; તો પછી નિમિત્ત આવીને પર્યાય ફેરવી દે-એ માન્યતા તો કયાં રહી?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com