________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
સિદ્ધપરમાત્મા જેવો પોતાનો આત્મા છે તેને કદી લક્ષમાં લીધો નથી. તારો આત્મા જ્ઞાયક છે, પ્રભુ ! જ્ઞાયક ઊપજીને તો જ્ઞાયકભાવને રચે કે રાગને રચે? સોનું ઊપજીને સોનાની અવસ્થાને જ રચે. પણ સોનું કાંઈ લોઢાની અવસ્થાને ન રચે. તેમ આત્માનો જ્ઞાયકસ્વભાવ છે. તે તો જ્ઞાયકભાવનો જ રચનાર છે-જ્ઞાયકના અવલંબને જ્ઞાયકભાવની જ રચના (-ઉત્પત્તિ) થાય છે, પણ અજ્ઞાની પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલીને રાગને રચે છે-રાગાદિનો ર્જા થાય છે. અહીં જ્ઞાયકસ્વભાવ બતાવીને આચાર્યદવ તે રાગનું ર્તાપણું છોડાવે છે.
[૧૬] નિર્મળ પર્યાયને જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન.
જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાયકભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે; પોતાના જ્ઞાયકપરિણામ સાથે અભેદ થઈને ઊપજતો થકો તે જીવ જ છે, અજીવ નથી. તે કોઈ બીજાના અવલંબન વડે નથી ઊપજતો, નિમિત્તના કારણે, રાગના કારણે કે પૂર્વ પર્યાયના કારણે નથી ઊપજતો, તેમજ ભવિષ્યની પર્યાયમાં કેવળજ્ઞાન થવાનું છે તેને કારણે અત્યારે સમ્યગ્દર્શનાદિ પર્યાય થાય છે-એમ પણ નથી; વર્તમાનમાં જીવ પોતે જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવપણે (સમ્યગ્દર્શનાદિ પણે) ઊપજ્યો છે, સ્વ તરફ વળેલી વર્તમાન પર્યાયનો ક્રમ જ એવો નિર્મળ છે. આમ અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવને પકડયો ત્યાં નિર્મળ પર્યાય ઊપજી; વર્તમાન સ્વભાવનું અવલંબન તે જ તેનું કારણ છે, એ સિવાય પૂર્વ-પછીનું કોઈ કારણ નથી તેમજ નિમિત્ત કે વ્યવહારનું અવલંબન નથી.
[૧૭] “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ એ કયારે લાગુ પડે?
પ્રશ્ન-આવું ઝીણું સમજવામાં બહુ મહેનત પડે, તેના કરતાં “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” એમ ધારીને આ વાત માની લઈએ તો ?
ઉત્તર:-ભાઈ, એ તો એકલું પરપ્રકાશક થયું; સ્વ પ્રકાશક વગર પરપ્રકાશકપણું સાચું કયાંથી થશે? પુરુષ, પ્રમાણ છે કે નહિ તેનો નિર્ણય પણ જ્ઞાન વગર કોણ કરશે? જ્ઞાનનો નિર્ણય કરીને સમ્યજ્ઞાન થયા વગર પુરુષની પ્રમાણતાની પરીક્ષા કોણ કરશે? આત્મમીમાંસા (-દેવાગમસ્તોત્ર) માં સ્વામી સમન્તભદ્રઆચાર્ય કહે છે કે હે નાથ ! અમે તો પરીક્ષા વડે આપની સર્વજ્ઞતાનો નિર્ણય કરીને આપને માનીએ છીએ. પ્રયોજનરૂપ મૂળભૂત તત્ત્વોનો તો પરીક્ષા કરીને પોતાના જ્ઞાનમાં નિર્ણય કરે, અને પછી બીજા અપ્રયોજનરૂપ તત્ત્વોમાં ન પહોંચી શકે તો તેને “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” કરીને માની લ્ય, તે બરાબર છે. પણ એકાંત “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com