________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૯
આ રીતે આચાર્ય ભગવાન પહેલેથી જ જ્ઞાયકસ્વભાવના અવલંબનની વાત કહેતા આવ્યા છે; અહીં પણ ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને, બીજી ઢબથી જ્ઞાયકસ્વભાવની દષ્ટિ કરાવી છે. “વિયં નં ૩UM Tiહિં તે તેહિં બાળસુ |- આમ કહીને, પર્યાયે પર્યાયે અભેદપણે તારો જ્ઞાયકભાવ જ પરિણમી રહ્યો છે-એમ બતાવ્યું છે. (આ સંબંધી વિસ્તાર માટે જુઓ અંક ૧૩૩, પ્રવચન આઠમું, નંબર ૧૮૮)
[૧૨] વારંવાર ઘૂંટીને અંતરમાં પરિણમાવવા જેવી મુખ્ય વાત.
જુઓ, આવો “જ્ઞાયકભા...વ' તે જીવનું માથું છે, –ને મુખ્ય છે તેથી તેને માથું કહ્યું. આ વાત મુખ્ય પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટવા જેવી છે, અંતરમાં નિર્ણય કરીને પરિણમાવવા જેવી છે.
[૧૩] જીવતત્ત્વ.
સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. જીવતત્ત્વનો જ્ઞાયક-સ્વભાવ છે; તેની સન્મુખ થઈને જ્ઞાયકભાવે ઊપજ્યો ને તે પરિણામમાં અભેદ થયો તે જ ખરેખર જીવ છે; રાગમાં અભેદ થઈને ઊપજ્યો તે ખરેખર જીવતત્ત્વ નથી, તે તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનીના પરિણમનમાં રાગની મુખ્યતા નથી, તેને તો જ્ઞાયકની એકની જ મુખ્યતા છે, રાગના તે જ્ઞાતા છે, જ્ઞાયક તરફ વળીને તેને “નિશ્ચયશેય’ બનાવ્યું ત્યાં અસ્થિરતાનો અલ્પરાગ “વ્યવહારજ્ઞય થઈ જાય છે.
[૧૪] જીવનનું ખરું ર્તવ્ય.
જીવનમાં આ મુખ્ય કરવા જેવું છે, આ સમજણથી જ જીવનની સફળતા છે...અરે ! જીવનમાં આવી અપૂર્વ સમજણ કરવી રહી જાય છે–એમ જેને ચિંતા પણ ન થાયસમજવાની દરકાર પણ ન જાગે, તે જીવ સમજણનો પ્રયત્ન કયાંથી કરે ? સાચી સમજણની કિંમત ભાસવી જોઈએ કે જીવનમાં સત્સમાગમ સાચી સમજણ કરવી એ જ એક કરવા જેવું ખરું કામ છે. આ સમજણ વગર “જગતમાં બહારનાં કામો મેં કર્યા” એમ માનીને મફતનો પરનાં અભિમાન કરે છે, તે તો સાંઢની જેમ ઉકરડા ઉથાપે છે, -તેમાં આત્માનું જરાય હિત નથી.
[૧૫] પ્રભુ! તારા જ્ઞાયકભાવને લક્ષમાં લે.
ભગવાન! તારો આત્મા અનાદિઅનંત ચૈતન્યઢીમ પડયો છે, એકવાર તેને લક્ષમાં તો લે! અનાદિથી બહાર જોયું છે, પણ અંદરમાં હું કોણ છું-એ કદી જોયું નથી....
Please inform us of any errors on rajesh@AtmaDharma.com