________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૫
દ્રવ્ય-પર્યાયના સ્વભાવને અક્રમે જાણે છે. બંને નયોનો જ્ઞાતા છે, કોઈ નયપક્ષ ગ્રહણ કરતો નથી.
દ્રવ્યથી પર્યાય ન થાય, પર્યાયના સ્વભાવથી પર્યાય થાય છે. ઉત્પાદ-વ્યય સમયે સમયે થયા જ કરે છે. આ બે સ્વભાવની વાત છેલ્લી છે. જેનો મર્મ પામતા પક્ષાતિક્રાંત થઈ અનુભવ થાય છે; સાક્ષાત્ જ્ઞાતા થાય છે.
સમયસાર ગાથા ૧૪૩
પક્ષીતિક્રાંતનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે? એ પ્રશ્નના ઉત્તરરૂપે ગાથા હવે કહે છે:
નયય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નય પક્ષથી પરિહીન તે. ૧૪૩. ગાથાર્થ:- (નયપક્ષપરિહીન) નયપક્ષથી રહિત જીવ, (સમયપ્રતિવÉ:) સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો) (ઢયો: મuિ) બન્ને (નયયો:) નયોના (fi) કથનને (વોવનં તુ) કેવળ (નાનાતિ) જાણે જ છે (1) પરંતુ (નિયપક્ષ) નયપક્ષને (વિન્વિત્ પિ) જરાપણ (ન તિ) ગ્રહણ કરતો નથી.
પ્રગટપણે સદા શિવમય- (નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. “તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે)” એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેન્દ્ર! આવું તે તત્ત્વ (તે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ) અહો! મહા ઈન્દ્રજાળ છે.
(નિયમસાર કળશ-૧૯૯).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com