________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-પ૭ જ્ઞાન છે તેને અભૂતાર્થ કહ્યું છે. જેમ કે પહેલાં કહ્યું છે કે ગાથા-૫૦૬માં,
“ય વા જ્ઞાનવિકલ્પો નો વિકલ્પોસ્તિ સોણપરમાર્થ.” તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી પણ નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે તથા અનુભવમાં પણ એ જ વાત આવે છે કે જેટલા કોઈ નય છે તે બધા પરસમય-મિથ્યા છે તે નયોનું અવલંબન કરનાર પણ મિથ્યાદષ્ટિ છે.
સ્વાનુભૂતિનું સ્વરૂપ તે સ્વાનુભૂતિની મહિમા એ રીતે છે કે સવિકલ્પ જ્ઞાન હોતાં, નિશ્ચયનય એ વિકલ્પોનો નિષેધ કરે છે. પરંતુ “જ્યાં આગળ ન તો વિકલ્પ જ છે અને ન તો નિષેધ જ છે ત્યાં આગળ ચિદાત્મા અનુભૂતિ માત્ર છે.”
ખરેખર જ્યાં સુધી શ્રદ્ધા વિપરીત છે ત્યાં સુધી બે નયોનું પરસ્પર સાપેક્ષ એવું સમ્યજ્ઞાન પણ પ્રગટ થતું નથી. નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ વિના, અપેક્ષાઓનું જ્ઞાન, સમ્યક થતું નથી માટે આત્માર્થીએ પ્રથમ શ્રદ્ધાની સંશુદ્ધિ હેતુએ સ્વભાવથી સ્વભાવને જોવો જોઈએ, કોઈ નયથી નહીં. આ જ ભાવ શ્રીમાન અમૃતચંદ્રાચાર્યદવે સમયસાર કળશ-૬૯-૭) માં દર્શાવ્યો છે.
य एव मुक्त्वा नयपक्षपातं स्वरुपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ता
स्त एव साक्षादमृतं पिबन्ति।। ६९।। શ્લોકાર્થ: જેઓ નયપક્ષપાતને છોડી (પોતાના) સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેઓ જ, જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થ: જ્યાં સુધી કોઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે, તે તત્ત્વવેદી (તત્ત્વોનો જાણનાર) સ્વરૂપને પામે છે. :
શ્લોકાર્થ જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com