________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૩
આત્મજ્ઞાન એમ જાણે છે. દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨, અકારક ને અવૈદક ઉપર પડી છે. હું અકારક અને અવેદક છું. હું પરિણામનો કરનાર અને પરિણામનો વેદનાર નથી. ઐસી બાત હૈ.
સંસ્કૃતનું ને એ જુદું છે. એ જાણીને પણ આ જાણવું પડશે તારે. ઓલા ભણતરમાં ઉપાધ્યાય થઈશ, શાસ્ત્રી થઈશ અને આચાર્ય થઈશ. ‘શાસ્ત્રનો આચાર્ય' હોં! આ આચાર્યની વાત નથી. ઓલી તો ડિગ્રી છે આચાર્યની તો.
ઓહોહો ! એટલે કહ્યું છે કે દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે. પોતાની યોગ્યતા અને ગુરુગમે સમજાય એમ છે. નહીંતર એને ઊંધું જાણી લ્યે તો ઈ એનો દોષ છે એમાં શ્રીગુરુ શું કરે ? ગુરુ તો ચારે પડખેથી સમજાવે છે, વિવિક્ષાથી સમજાવે છે. લાલબત્તી પણ ધરે છે. કોઈ સ્વચ્છંદી ન થાય અને બધા સ્વતંત્ર થઈ પરમાત્મા થઈ જાય એવી ગુરુદેવની શૈલી છે.
હું એમ સમજું છું કે બધા બે નયોને સમજીને આવ્યા છે એટલે હું બે નયોમાંથી વ્યવહારનયની વાત નથી કરતો-સમજી ગયા. નયોનું જ્ઞાન તો બધાને થઈ ગયું છે. હવે નયાતિક્રાંત કેમ થવાય એની વાત હું કરું છું; સમજી ગયા પણ જ્યારે મેં કહ્યું કે આનંદનો ભોક્તા નથી. કે આનંદ નો ભોક્તા નથી? આનંદનો ભોક્તા નથી. આ કોઈ સમજ્યા નથી. તું પૂર્ણ આનંદ સ્વરૂપ છે એમાં તને આનંદની (પર્યાયની) શી જરૂર છે? આહાહા! (શ્રોતા-હું પૂર્ણ ૫૨માત્મા છું પૂર્ણ પરમાત્મા આનંદમય-આનંદમય છે. )
એક અન્યમતિમાં વાત આવે છે બહુ યાદ નથી. પણ છૂટક છૂટક કહું. કોઈ એક શિષ્ય હતો. એ ગુરુ પાસે ગયો. સાહેબ! અમે તો જ્ઞાનના પિપાસુ છીએ. મારે તો જ્ઞાન પીવું છે. જો ભાઈ! તું મારી પાસે આવ્યો છે; પણ તું લાણા ઋષિ પાસે જા. એ તને જ્ઞાન પાઈ દેશે. એટલે તે એની પાસે ગયો. એ ઋષિએ એમ કહ્યું કે તું સમુદ્ર પાસે જા. તને જ્ઞાન થશે. તો શિષ્ય તો સમુદ્ર પાસે ગયો. છ મહિના વચ્ચે ખાડો નહીં. સમુદ્ર ક– એલા તું જ્ઞાનમય છો ને મારી પાસે જ્ઞાન લેવા ક્યાં આવ્યો? હૈં! આહા!
એમ હું જ્ઞાનમય અને આનંદમય છું. બહારથી કાંઈ જ્ઞાન અને આનંદ આવવાનો છે જ નહીં અંદર ભર્યું છે બધુંય અંદર જો. લક્ષ અંદર કર અને લીન થા. પહેલાં લક્ષ અને પછી લીનતા.
ગૃહસ્થ અવસ્થામાં લક્ષ થાય, મોક્ષ થયે પૂર્ણ લીનતા થાય, અને વિશેષ લીનતા તો મુનિ અવસ્થામાં થાય. આહાહા! આ બાવીસ પરિષહ, અઠ્ઠાવીસ મૂળગુણ વગેરેનું નિરતિચા૨૫ણે પાલન હોય, જંગલમાં રહેતા હોય, ગામમાં રહેશે નહીં, અને બે-ચાર દિવસે ભોજનની ઈચ્છા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com