________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૦ વિકલ્પ જ રહ્યો. કર્તા બુદ્ધિ ગઈ, જ્ઞાતા બુદ્ધિ ગઈ; પછી કર્તાનો ઉપચાર જ્ઞાતાનો ઉપચાર બન્ને ઉપચાર આવ્યા રાઈટ. આ સારે છે. ( શ્રોતા-કર્તાનય પણ વિકલ્પ છે. અકર્તાનય પણ વિકલ્પ છે. વિકલ્પ છે. અર્થાત ભેદનો સાક્ષી થયો ને ?) સાચી વાત છે. ( શ્રોતાએટલે થવા યોગ્ય થાય છે એમ પર્યાય સ્વભાવને જાણતાં એમાં કર્તાનો ઉપચાર નીકળી ગયો. અને જાણનારો જણાય છે એમાં અકર્તા જ્ઞાતાનો ઉપચાર નીકળી ગયો ભાઈ ! આમાં તો (સૂત્રમાં) ઘણું ભર્યું છે હોં! જાણનારો જણાય છે ને એટલે જે એનો સાક્ષી છે એવો જે ઉપચાર હતો તે નીકળી ગયો. અકર્તાનયે સાક્ષી છે અને જાણનાર જણાય છે એમાં અકર્તાનનો જ્ઞાતા છે સાક્ષી છે એ નીકળી ગયું. ઈ નયાતિક્રાંત થઈ ગયો. સાક્ષીપણામાં જે નય હુતો ઈ નયાતિક્રાંત થઈ ગયો.
(શ્રોતા-“થવા યોગ્ય થાય છે તેમાં કર્તાનયનો ઉપચાર નીકળી ગયો. “ જાણનારો જણાય છે” તેમાં જ્ઞાતાનો ઉપચાર આવતો હતો તે નીકળી ગયો. તેથી “થવા યોગ્ય થાય છે” તેને જાણતો નથી. એ તો “જાણનારને જાણે છે. આહાહા ! જાણવાના બહાના નીચે પણ નયના વિકલ્પો ઊભા થાય છે હોં! કરવાના બહાના નીચે તો ઠીક પણ જાણવાના બહાના નીચે હોં! અહાહા ! આ તો નિધિ છે હોં નિધિ.
કર્તાનય છોડાવવા માટે જ્ઞાતા નયથી અકર્તાનયથી કહે છે એને છોડી દે ત્યારે જ્ઞાન જણાય છે. ઈ. વાત સાચી છે. થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. થવા યોગ્ય થાય છે એમાં કર્તા બુદ્ધિ જાય, અને જ્ઞાતાબુદ્ધિ જાય, પછી કર્તાનો ઉપચાર જાય ને જ્ઞાતાનો ઉપચાર જાય બધું જ જાય. બધું જ જાય ને શુદ્ધોપયોગ થાય. (શ્રોતા-શુદ્ધ ઉપયોગ થાય અને શુદ્ધ ઉપયોગ રહે તેવી ટંકોત્કીર્ણ વાત છે. )
બે લીટીમાં દિવ્ય ધ્વનિનો આખો સાર છે. બીન અનુભવી આ ઊંડાણની વાત સમજે પણ નહીં. છતાં પણ આ (દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ) નીકળ્યું છે એટલે સમજનારા નીકળશે. આમ તો પ્રચલિત વાત છે. નાતિક્રાંત થાય ત્યારે અનુભૂતિ થાય તે વાત તો શ્રીગુરુથી નીકળેલી છે.
(ભાઈ ! આપ કર્તબુદ્ધિ અને કર્તાનો ઉપચાર બને સાથે જ લ્યો છો. આપે શરૂઆતમાં ટ્રેનમાં આવતા હતા ત્યારે આ વાત કરી હતી. કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ જાય પછી સમ્યક દર્શન થાય. પછી એને કર્તાનો ઉપચાર લાગે અને જ્ઞાતાનો ઉપચાર લાગે. ઈ... કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર બન્ને જાય ત્યારે એને શ્રેણી આવીને કેવળજ્ઞાન થાય. ભાઈ આપનું જીવન જ આ છે. આખું જીવન આપે સ્વભાવ ઘૂંટયો છે.
(શ્રોતા- આપની વાત પૂરી (પૂર્ણ) આવે છે. અધૂરી વાત આવતી નથી. પરમાત્મા થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com