________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:
- 9ી
)
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૮ “જ્ઞાયક નથી ત્યમ પર તણો” જ્ઞાયક તો જ્ઞાયક છે બસ પરને જાણવાનો પક્ષ હતો ને ઈ છૂટી ગયો. જ્ઞાયક પરને જાણતો નથી એટલું કહ્યું. જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવો નિશ્ચય છે એમ ન લીધું. નિશ્ચયનયથી જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એમ નહીં પરંતુ જ્ઞાયક તો જ્ઞાયક જ છે બસ.
પરને જાણવાનું છૂટયું તો અંદર આવી ગયો, બસ. જ્ઞાનની પર્યાય સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે. એમાં નયની કોઈ જરૂરત જ નથી. આબાળ-ગોપાળ સૌને આત્મા સદાકાળ અનુભવમં આવી રહ્યો છે “સદાકાળ” અર્થાત્ સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણી રહ્યું છે. પણ વ્યવહારથી તો પરને જાણે છે ને? અરે! પરનું જાણવું સ્વભાવમાં જ નથી. (બરાબર) “જ્ઞાયક નથી ત્યમ પર તણો ખલાસ ગઈ થઈ વાત.
આહા! ટંકોત્કીર્ણ વાત છે હોં! સેટિકાની ગાથા-જ્ઞાનની પર્યાયમાં વ્યવહારનો પક્ષ છૂટી અને અનુભવ થાય. આ અનુભવની કળા બતાવી. આ અનુભવની કળા છે. (શ્રોતા-પરનું જાણવું, સ્વભાવમાં જ નથી.)
પૂ. ગુરુદેવશ્રીનું વાક્ય-ભગવાન, તું પરને જાણતો જ નથી, ઈ વાક્ય છે ને? ઈ જ આવ્યું ને? હું! ભગવાન તું પરને જાણતો જ નથી. જાણવાનો સ્વભાવ જ નથી. સ્વભાવ હોય તો જાણે ને ઈ ? એ... ઈન્દ્રિયજ્ઞાન જાણે છે, આત્મા પરને જાણતો જ નથી. (બરાબર) (શ્રોતા અને પોતાને તો સ્વભાવથી જાણે છે અને પરનું જાણવું તો સ્વભાવમાં જ નથી.) નથી હોં ! સ્વભાવમાં જ નથી.
(શ્રોતા- આ નિશ્ચય-વ્યવહાર (નય) શું કામ ઉતારે છે?) પોતાને સ્વભાવથી જ જાણે છે. અને પરનું જાણવું તો સ્વભાવમાં જ નથી. (આ મૂળ વાત જ છે બસ. પરનું જાણવું તો સ્વભાવમાં જ નથી અને પોતાનું જાણવું તો સ્વભાવથી જ છે.)
(પરનું જાણવું તો સ્વભાવમાં નથી અને પોતાનું જાણવું તો સ્વભાવમાં જ છે.) બસ જાણ્યા જ કરે છે જ્ઞાન.
આ બહુ સરસ આવ્યું; આમાં આવ્યું ને? પરનું જાણવું સ્વભાવમાં જ નથી. (શ્રોતા-સ્વભાવથી જ આત્માને જાણ્યા કરે છે.) સ્વભાવથી આત્માને જાણ્યા જ કરે છે. આહાહા ! નિશ્ચય વ્યવહાર શું કામ ઉભા કરે છે?
( શ્રોતા-કોઈ જરૂરત નહીં ઉસકી, બેકાર હૈ ના) નિકટભવી જીવને આ આવી જ જાય છે. આ આવી જ જાય છે પરનું જાણવું સ્વભાવમાં જ નથી. અને જ્ઞાયકનું જાણવું તો સ્વભાવથી જ છે. જાણનારો જણાય છે ખરેખર પર મને જણાતું નથી. ( આ સ્વભાવથી જ વાત છે. )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com