________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
યુગો-યુગો સુધી સુરક્ષિત કરી અને જયવંત કરનાર કહાન-લાલ સદા જયવંત વર્તો.
આ કાર્ય કરવામાં પૂ. ભાઈશ્રી પ્રત્યેની ગુરુ ભક્તિ અને પ્રેરક અને માર્ગદ્રષ્ટા બની છે. મારી અલ્પ પ્રજ્ઞાના બોધે પ્રકાશિત સામગ્રીને સમ્પાદિત કરેલ છે. આ સમગ્ર વિષય વસ્તુમાં મને સહ્યોગ, તેમજ માર્ગદર્શન જેમના દ્વારા મળ્યા છે તેમની હું કૃતજ્ઞ . સર્વે સપુરૂષોના ચરણારવિંદની અભિલાષી....!!
બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ)
આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસાર અને ઝંખના એવી ઉગ્ર હોય કે “સ્વભાવ” સાંભળતાં તો હૃદયમાં સોંસરવટ ઉતરી જાય. અરે ! સ્વભાવ કહીને જ્ઞાની શું બતાવવા માગે છે! એનું જ મારે ગ્રહણ કરવું છે. આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ પ્રત્યે, ઉત્સાહુ જાગે ને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય. સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો.... ત્યાં સુધી તેને ચેન ન પડે.
| (આત્મધર્મ અંક ૧૫૫ મુખ પૃષ્ઠ. ) સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતા જુદી પાડી દે છે. સ્વભાવની રુચિ પૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી તે વખતે જુદો પડીને સાંભળે છે.
(પૂ. ગુરુદેવશ્રી વસ્તુ વિજ્ઞાનસારનાં પ્રવચનમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com