________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
સ્વભાવથી જ જાણનાર જણાય છે ત્યાં તો નયપ્રપંચ સંબંધી ક્ષેત્ર વિશુદ્ધિ થઈ જાય છે. “હું કરનાર છું, અને હું પરનો જાણનારો છું.” તેવી અનાદિથી ચાલી આવતી સંસારની કહાની ને ક્ષણમાત્રમાં નાશ કરવાનો અમોઘ મહામંત્ર આપ્યો છે તે આપના ઉદાત્ત ચારિત્રનો ઉદ્દઘોષક છે. જેમ ગણિતમાં નવનો અંક અફર છે, તેમ આ “દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ” કે જે નિરપેક્ષ સ્વભાવની અભિવ્યક્તિ કરે છે તે જૈનધર્મની નિષ્કપ ભૂમિ ઉપર અફર રહેશે.
દ્રવ્ય સ્વભાવ: પર્યાય રૂમાવ સારેષુ સર્વસાર:” કહીએ તો પણ કોઈ જ અતિશયોક્તિ નથી. વળી વીસમી સદીને “સ્વભાવયુગ” કહીએ તો પણ યથાર્થ છે. તેને આત્માનુભવનું સ્ત્રોત કહીએ તો પણ અપ્રમાણિક નથી.
‘દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ'; એ પુસ્તકની વિશેષતા એ છે કે પૂ. ભાઈશ્રીની મૌલિક ચર્ચા તેમજ ચર્ચાની ચર્ચાનું આ સંકલન હોવાથી; પૂ. ભાઈશ્રીનું જીવન દર્શન લીધેલ છે. કારણકે ગૃહસ્થ ધર્માત્માની અંતરંગ તેમજ બહિરંગ દશાઓના વર્ણનમાંથી આપણને પુરૂષાર્થની પ્રેરણા મળે છે.
તઉપરાંત “દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવમાં” પારમાર્થિક સત્યનું ઉદ્ઘાટન કરી અનેક ભવ્યજીવોને અનુપમ અપૂર્વ અમૃત રસ પીવડાવ્યો છે, તેમજ અનાગત ભવ્યરાશિને સ્વભાવનો ઉદ્યોતરૂપ મણિદીપ સદૈવ દિશાબોધ કરતો રહેશે. આવા ઉત્કૃષ્ટ સ્વભાવના દાતા પૂ. ભાઈશ્રી પ્રત્યે ઉપકૃતતા દર્શાવ્યા વિના આ ગ્રંથ અપૂર્ણ લાગતો હોવાથી ઉપકૃતતાની અંજલિ અર્પણ કરી છે.
દિગમ્બર સમાજનો બહુધા વર્ગ જેટલો નયજ્ઞાનથી પરિચિત છે તેટલો જ સ્વભાવની વિષય વસ્તુથી અપરિચિત છે; તેથી જે જીવોને સ્વભાવનો પરિચય નથી, સ્વભાવની વાત કદી સાંભળી નથી, વિચારી નથી, તેવા જીવોને સ્વભાવની વાત કદાચ કઠિન લાગે તો તેના માટે જૈનદર્શનનો પ્રવેશદ્વાર લઈ... નયોને સ્થાપી.... અને અનુભવ માટે નયોને ઉથાપી અને સાંગોપાંગ આગમ અધ્યાત્મનો સમન્વય કરેલ છે. આમ વિકલ્પાત્મક નય, પ્રમાણ જિનાગમના રહસ્યને સમજવા માટે જિનાગમનો પાયો છે અને “દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ” તે સ્વભાવનું વિશેષમાં સ્વાભાવિક પરિણમન કેમ થાય, તેના માટે જિનાગમનો કલશ છે.
તેથી જેમ સ્વચ્છ દર્પણમાં મનુષ્ય પોતાનું મુખ નિહાળે છે તેમ દ્રવ્યસ્વભાવપર્યાયસ્વભાવ એવા જ્ઞાન દર્પણમાં ભવ્યજીવો નિજ મુક્તિનું મુખ દેખે છે. આવા કળિકાળમાં દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવનું નિર્દોષ પ્રતિપાદન કરી સર્વજ્ઞ પ્રણીત કુંદઅમૃત-કાન પરંપરામાં સ્વભાવને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com