________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮]
[દ્રવ્ય-સંગ્રહ અવસ્થા જીવમાં થાય છે તે ભાવાસ્રવ છે; અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું) તે દ્રવ્યાસ્રવ છે. (તેમાં જીવને અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.)
૨. અજ્ઞાન દશામાં આસવનું આયથાર્થ જ્ઞાન શ્રદ્ધાનઃ
(૧) અજ્ઞાનતાના કારણે જીવ મિથ્યાત્વ-કપાયાદિને પોતાનો સ્વભાવ માને છે; દર્શન-જ્ઞાનોપયોગ અને આસવભાવ એ બંનેને તે એકરૂપ માને છે કારણ કે તેના આધારભૂત એક આત્મા છે. વળી તેનું અને આસ્વભાવોનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેને એ ભિન્નપણું ભાસતું નથી.
(૨) એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યાદર્શનના બળથી થઈ શકતા નથી.
(૩) એ મિથ્યાત્વભાવ અને કપાયભાવ આકુળતા સહિત છે, તેથી તે વર્તમાન દુઃખમય છે, અને ભાવિમાં પણ દુઃખના જ હેતુરૂપ છે. તેને એ પ્રમાણે ન માનતા ઊલટા ભલા જાણી પોતે એ ભાવારૂપ થઈ પ્રવર્તે છે.
૩. આસવતત્ત્વ સંબંધી ભૂલ:- ૧. મિથ્યાત્વ-રાગ-દ્વેષ શુભાશુભભાવ આસ્રવ છે, તે ભાવ આત્માને પ્રગટ દુ:ખ દેવાવાળા છે, મિથ્યાદષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ તેની આસ્રવતત્ત્વ સંબંધી ભૂલ છે. (૨) અહિંસાદિરૂપ પુણાવને ભલો માને છે-ઉપાદેય માને છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક-અધિકાર ૪, પૃ. ૮૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com