________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાળદ્રવ્યનું લક્ષણ અને....]
[૬૩ જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે.
૨. કાળ સંબંધી જ્ઞાન કરાવવા
માટેની કથન પદ્ધતિ(૧) વ્યવહારકાળ નિશ્ચયકાળની પર્યાય છે તે ખરેખર પોતાના દ્રવ્યથી જ ઉત્પન્ન થાય છે, છતાં તે જીવ પુદ્ગલોના પરિણામથી ઘપાતો જણાતો હોવાને લીધે જીવપુગલોના પરિણામથી ઉત્પન્ન થતો કહેવાય છે. (વ્યવહારકાળને સિદ્ધ કરવા માટે જ તેમ કહેવાની શાસ્ત્રપદ્ધતિ છે ).
(૨) જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગદ્રવ્યભૂત દ્રવ્યકાળના સદ્દભાવમાં ઉત્પન્ન થતાં હોવાને લીધે દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા કહેવાય છે. (નિશ્ચયકાળની સિદ્ધિ કરવા માટે જ તેમ કહેવાની શાસ્ત્રપદ્ધતિ છે; ખરેખર તે પરિણામ તો પોતાના ઉપાદાનકારણથી થાય છે.
૩. કાળલબ્ધિવશે:- પ્રશ્ન:- “જીવ કાળલબ્ધિના વશે અનંત સુખનું ભાજન થાય છે.” એવું કથન હોય ત્યાં શું અર્થ કરવો?
ઉત્તરઃ- (૧) આ કથન કાળદ્રવ્યના નિમિત્તપણાની સિદ્ધિ કરવા માટે હોય છે, માટે ત્યાં ઉપરના પારા નં. ર માં કહેલ છે તે પદ્ધતિએ કાળદ્રવ્યથી ઉત્પન્ન થયું કહેવાય છે. (૨) વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાન, બહિદ્રવ્ય ઇચ્છાનિવૃત્તિ લક્ષણ તપશ્ચરણરૂપ અર્થાત્ નિશ્ચયચતુર્વિધ આરાધનારૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com