________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬]
[દ્રવ્ય-સંગ્રહ
૨. સ્થિતિક૨ણત્વઃ- અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્થિતિકરણત્વ એ વિશેષ ગુણ છે. આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં તે ગુણ નથી.
૩. એક જ કાળે સમસ્તને નિમિત્તઃ- એક જ કાળે (ગતિપૂર્વક) સ્થિતિપરિણત સમસ્ત જીવ-પુદ્દગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણું અધર્મદ્રવ્યને જણાવે છે. કારણ કેઃ
(૧) કાળ અને પુદ્દગલ એકપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું
નથી.
(૨) જીવ સમુદ્દાત સિવાય અન્યત્ર લોકના અસંખ્યાતમાં ભાગમાત્ર હોવાથી તેને તે સંભવતું નથી.
(૩) લોક અને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી.
(૪) અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મદ્રવ્યને તે સંભવતું
નથી.
૨
૩
૪. સહકા૨ી:- ગાથા ૧૭નો પા૨ા ૪ અહીં પણ લાગુ પડે છે. ૫. પ્રદેશોઃ- ગાથા. ૧૭નો પારા ૫ અહીં પણ લાગુ પડે છે. તાત્પર્ય:- (૧) ગાથા ૧૭નો પારા ૬ વાંચો. (૨) અહીં એમ આશય છે. કે-જે દ્રવ્ય ગમનનું નિમિત્ત છે, જે દ્રવ્ય સ્થિતિનું કારણ છે, વળી બીજું જે દ્રવ્ય સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાને સમ્યદ્રવ્યરૂપે
૧. પ્રવચનસાર ગા. ૯૫, પૃ. ૧૫૦.
૨. પ્રવચનસાર ગા. ૧૩૩-૩૪ પૃ. ૨૩૪.
૩. પંચાસ્તિકાય ગા. ૮૬ પૃ. ૧૪૪ જયસેનાચાર્ય ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com