________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
| [દ્રવ્ય-સંગ્રહ (૪) અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું
નથી.
૪. સહકારી:- (૧) સહકારીનો અર્થ નિમિત્તમાત્ર છે. જેમ સિદ્ધ ભગવાન ઉદાસીન છે તોપણ સિદ્ધગુણાનુરાગે પરિણત ભવ્ય જીવોને સિદ્ધગતિ માટે સહકારી કારણ છે, તેમ ધર્મદ્રવ્ય પણ, પોતાના સ્વભાવે જ ગતિપરિણત જીવ પુદ્ગલોનું ઉદાસીન (તોપણ ગતિનું) ‘સહકારી કારણ છે. ગાથામાં લોકપ્રસિદ્ધ જળ અને માછલાનું દષ્ટાંત આપ્યું છે. (૨) સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ પ્રવર્તતા જે જીવપુદગલ તેને ધર્માસ્તિકાય સહકારી કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જ ગમનાદિ ક્રિયારૂપ જીવ પુદ્ગલ પ્રવર્તે છે.
૫. પ્રદેશો - આ દ્રવ્યના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત છે અને તે એક અખંડ લોકવ્યાપી દ્રવ્ય છે. (ગાથા ૨૫માં આ સ્પષ્ટતા કરી છે.)
તાત્પર્ય - ધર્મ-અધર્મ તે સ્વતંત્ર દ્રવ્યો છે તેનો અહીં પુણ્ય-પાપ એવો અર્થ કરવો નહિ. જોકે પાંચ દ્રવ્યો જીવોને નિમિત્ત છે તોપણ તેને
૧. પ્રવચનસાર ગા. ૧૩૩-૧૩૪, પૃ. ૨૩૩. ૨. પંચાસ્તિકાય ગા. ૮૪ શ્રી જયસેનજી ટીકા પૃ. ૧૪૨. ( હિંદી પૃ. ૧૪રમાં
નિમિત્તમાત્ર ૫. હેમરાજજીએ કહેલ છે. ગા. ૮૪માં છ વાર, ગાથા ૮૫માં ત્રણ
વાર “નિમિત્તમાત્ર” શબ્દ વાપર્યો છે.) ૩. ગોમ્મદસાર જીવકાર્ડ ગા. પ૬૭ મોટી ટીકા...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com