________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨]
[દ્રવ્ય-સંગ્રહ તે એક સામાન્ય ગુણ છે. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. આ ગુણના કારણે જીવને દુર સમય પોતાનો આકાર હોય છે. જીવના પ્રદેશો લોકપ્રમાણ અસંખ્યાત ( સંખ્યા અપેક્ષાએ) તેટલાં જ રહે છે પણ સંસાર દશામાં તે પ્રદેશો પોતાના કારણે સંકોચ-વિસ્તાર પામે છે. જીવનો આકાર સંસાર દશામાં એકસરખો રહેતો નથી. પોતાને સંયોગરૂપે જે શરીર હોય છે તેના આકાર મુજબ જીવનો પોતાનો આકાર પોતાના કારણે (સમુદ્ધાતના પ્રસંગો સિવાયના કાળે) હોય છે. સિદ્ધદશામાં આકાર કેવો હોય તે હવે પછી ગાથા ૧૪ તથા ૫૧માં કહેલ છે.
૩. નય- જીવના જે અસંખ્યાત પ્રદેશો છે, તે સંખ્યા તેટલી ને તેટલી જ રહે છે અને કોઈપણ કાળે એકપણ પ્રદેશ ઓછોવત્તો થતો નથી, તેમ બીજા દ્રવ્યના પ્રદેશો સાથે એકમેક થઈ શકતો નથી. તે પ્રદેશોની સંખ્યા નિશ્ચય (ખરેખર) છે, તેથી તે 'નિશ્ચયનયનો વિષય છે. અને જીવના પ્રદેશોનો આકાર (સંસારીને શરીરનો સંબંધ હોય છે
૧. તે કારણે જીવનું સંસ્થાન અનિર્દિષ્ટ છે એમ કહેવામાં આવ્યું છે. જુઓ, સમયસાર
ગા. ૪૯. આ સંબંધમાં જુઓ, પંચાસ્તિકાય ગા. ૩૩-૩૪, ટીકા, પૃ. ૬૪ થી ૬૬. ૨. આ નયો પ્રમાણજ્ઞાન કરવા માટે અર્થાત્ વસ્તુરૂપ (પ્રદેશો સંબંધી સમજવા માટે
છે. ધર્મપરિણતિ પ્રગટ કરવા માટે તો એક પોતાનો જ્ઞાયકસ્વભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. સંસારી દશામાં બન્ને નયોનો વિષય સાથે રહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com