________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યાનમાં લીન થવાનો ઉપાય ]
[ ૧૬૩ અનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે, લોકમાં સર્વપદાર્થો તો પોતપોતાના સ્વભાવના કર્તા છે; કોઇ કોઇને સુખદાયક-દુઃખદાયક કે ઉપકારી-અનુપકારી નથી. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઈષ્ટરૂપ માને છે, અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જો પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય તે સર્વને ઈષ્ટરૂપ જ થાય, પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ-અનિષ્ટરૂપ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.
(૨) જો પરદ્રવ્ય ઇષ્ટ-અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગદ્વષ કરતો હોત તો મિથ્યા નામ ન પામત; પણ તે તો ઇષ્ટ-અનિષ્ટ નથી અને આ જીવ તેને ઈષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરે છે. પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે; જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઇ ઈષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિક ઉપજતાં નથી, ત્યારે જ સાચો ધર્મ થાય છે.
(૩) આત્મા જ્ઞાતા અને પરપદાર્થો શેય છે. તેમાં આત્મા પોતાથી પોતામાં એકરૂપ થઇ પોતાને જાણે છે. તેથી પોતાનો નિશ્ચયનયે જ્ઞાતા છે. પર પદાર્થો તેના જ્ઞાનનો વિષય છે, પણ પર સાથે જીવ એકરૂપ થઇ જતો નથી, તેથી પરનો વ્યવહારનયે જ્ઞાતા છે એટલે જ્ઞાતા-શેયનો
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૯૩-૯૪, ૨૩ર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com