________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ દ્રવ્યસંગ્રહ अशुभात् विनिवृत्ति: शुभे प्रवृत्ति: च जानीहि चारित्रम्। व्रतसमितिगुप्तिरुपं व्यवहारनयात् तु जिनभणितम्।।४५।।
અન્વયાર્થ:- (શશુમાન) અશુભ ક્રિયાઓથી (વિનિવૃત્તિ:) નિવૃત્ત થવું (૨) અને (શુમે પ્રવૃત્તિ:) શુભમાં પ્રવૃત્તિ કરવી તેને (વારિત્ર) ચારિત્ર (વ્યવહારનયતિ) વ્યવહારનયથી (નાનાદિ ) જાણવું અને તે ચારિત્ર (વ્રતસમિતિ તિરુપ) વ્રત, સમિતિ અને ગુણિરૂપ છે એમ (fજનમતિ ) જિનેશ્વર ભગવાને કહેલું છે.
ભાવાર્થ- ૧. વ્યવહારચારિત્ર – (૧) આ ગાથા સમ્યગ્દષ્ટિના વ્યવહારચારિત્રની છે. (મિથ્યાદષ્ટિને વ્યવહારચારિત્ર હોતું નથી). ચારિત્ર ગુણની પર્યાયની શુદ્ધિનો નિયમ એવો છે કે તે ગુણની પર્યાય ચોથા ગુણસ્થાનથી ક્રમે ક્રમે શુદ્ધ થાય છે તેથી ચોથાથી દસમા ગુણસ્થાનના અંત સુધી તે ચારિત્રની એક પર્યાયના બે અંશો હોય છે. (૧) વીતરાગી અંશ સંવર-નિર્જરારૂપ છે અને (૨) રાગાંશ.
આ ગાથા છઠ્ઠા ગુણસ્થાનના ભાવલિંગીનું વ્યવહારચારિત્ર કેવું હોય અર્થાત્ ત્યાં શુભરાગાંશ જે આસ્રવ-બંધરૂપ શુભોપયોગ છે તે કેવો હોય એ સમજાવે છે.
(૨) તત્ત્વાર્થસૂત્રમાં આગ્નવપદાર્થનું નિરૂપણ કરતાં મહાવ્રતઅણુવ્રતને પણ આસ્રવરૂપ કહ્યાં છે તો એ ઉપાદેયરૂપ કેવી રીતે હોય? તથા આસ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે, તેથી એ મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી. (૩) પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com