________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[દ્રવ્યસંગ્રહ
આવે છે, તેથી છયે દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોના સમૂહને વિશ્વ કહે છે-એમ જાણવું. પદાર્થોમાં સ્વ અને ૫૨ એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે અને બીજું બધું ૫૨ છે.
(૨) તેના આકારોનું અર્થાત્ સ્વરૂપોનું અવભાસન તે વિકલ્પ છે. (અવભાસન=અવભાસવું તે, પ્રકાશવું તે, જણાવું તે, પ્રગટ થવું તે. એક પદાર્થથી બીજો પદાર્થ જે સ્વરૂપે જુદો છે તે રીતે પોતાના જ્ઞાનમાં નક્કીપણે ભાસ થવો તે.)
એ રીતે સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવભાસન તે જ્ઞાન છે. જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પ૨ આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ્ સ્વ-૫૨ આકારો (સ્વરૂપો ) અવભાસે છે તે જ્ઞાન છે.
૨. યુગપદ્ સ્વ-૫૨ના સ્વરૂપનું જ્ઞાન થવા સંબંધી દૃષ્ટાંત:પરમાત્મા અનંત જ્ઞાન-સુખાદિરૂપ તે હું તથા રાગાદિ આસ્રવો તે મારાથી જુદા અર્થાત્ ભિન્ન-એ રીતે સ્વ-પરાકારનું અવભાસન તે યુગપદ્ સ્વપરનું યથાર્થ જ્ઞાન છે, કેમકે આત્મા અને આસવનો ભેદ જ્યાં સુધી જીવ જાણે નહિ ત્યાં સુધી બંધ થયા વિના રહે નહિ, અને જ્યારે આત્મા અને આસવનો તફાવત (ભેદ) જાણે ત્યારે તેને બંધનો નિરોધ થાય છે.
૧. પ્રવચનસાર ગા. ૧૨૪ ટીકા, પૃ. ૨૧૩ ગુ, સં. ટીકા, પૃ. ૩૦૪ જયસેનાચાર્ય.
૨. સમયસાર ગા. ૬૮થી ૭૨ તથા ૭૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com