________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[૧૩૭ પતન થતાં થાય છે અને ઘણો અલ્પકાળ રહે છે. (આ કારણે આ પર્યાય સંબંધી વિશેષ કથનની જરૂર નથી; આ ત્રીજે ગુણસ્થાને જ હોય છે.)
૨. ચોથે ગુણસ્થાને પ્રગટતું નિશ્ચયસમ્યગ્દર્શન એક જ પ્રકારે છે- સમ્યગ્દર્શન તો કાંઈ ‘બે નથી, પણ સમ્યગ્દર્શનનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શન નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે તથા જે સમ્યગ્દર્શન તો નથી પરંતુ સમ્યગ્દર્શનનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી સમ્યગ્દર્શન કહીએ. તે વ્યવહાર સમ્યગ્દર્શન છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર, માટે નિરૂપણ અપેક્ષાએ બે પ્રકારે સમ્યગ્દર્શન જાણવાં, પણ એક નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને એક વ્યવહાર સમ્યગ્દર્શન છે-એમ બે સમ્યગ્દર્શન માનવાં મિથ્યા છે.
૩. નિશ્ચય-વ્યવહાર સમ્યગ્દર્શનની વ્યાખ્યા તથા તેનું એક જ કાળે થવું- (૧) સાચા દેવ-ગુરુ-ધર્મમાં દ્રઢ પ્રતીતિ, (૨) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ, (૩) સ્વ-પરનું શ્રદ્ધાન, (૪) આત્મશ્રદ્ધાના અર્થાત્ શ્રદ્ધાગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માની
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૫૩-૨૫૪. “મોક્ષમાર્ગ” ને બદલે “સમ્યગ્દર્શન’ શબ્દ ઉપર
લીધો છે. ૨. ચારે અનુયોગોનાં સર્વે શાસ્ત્રોમાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com