________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
[દ્રવ્ય-સંગ્રહ નય શું છે? (૨) સમ્યક શ્રુતજ્ઞાનપ્રમાણના અવયવને (અંશને- વિકલ્પને) “નય”
કહેવામાં આવે છે. “નય’નો ધાતુ અર્થ ની=નય અર્થાત્ પોતાના જ્ઞાનને વસ્તુના યથાર્થ સ્વરૂપ તરફ લઈ જવું. વસ્તુગ્રાહક પ્રમાણ ” છે; એકદેશગ્રાહક “નય” છે.
મિથ્યાદષ્ટિને નય હોય છે? (૩) મિથ્યાષ્ટિનું શ્રુતજ્ઞાન મિથ્યા હોવાથી તેને સાચા “નય” હોતા નથી. તેના શ્રુતજ્ઞાનના અંશને કુનય કહેવામાં આવે છે.
નયનું તાત્પર્ય (૪) નયનું તાત્પર્ય એવું છે કે-વસ્તુ અનેક ધર્મો સ્વરૂપ છે, તેમાંથી કોઈ ધર્મની મુખ્યતા કરી અવિરોધપણે સાધ્ય પદાર્થને જાણવો.
પહેલાં એકલો વ્યવહારનય હોય છે? (૫) ના તેમ હોતું નથી; કેમકે આગમનું વચન એવું છે કે
“નિરપેક્ષાનયા: મિચ્ય: સાપેક્ષા વસ્તુ તેઝર્થ” (આત મીમાંસા શ્લોક ૧૦૮). નિશ્ચયનયસાપેક્ષ જ વ્યવહારનય હોય છે. નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે; કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં
૧. દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. તેથી વસ્તુનું જ્ઞાન તે પ્રમાણ છે, અને
તેના એક ભાગને જાણનાર તે નય છે. ૨. શ્રી સમયસાર ગાથા ૩/૬-૩૦૭ ભાવાર્થ પૃ ૪૬૩, આવૃત્તિ બીજી ગુજરાતી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com