________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
[દ્રવ્યસંગ્રહ સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિનો એવો કોઈ ભેદ તેમાં નથી. એવી ક્રિયા થકી બન્નેને બંધ છે. શુદ્ધસ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે.
જોકે એક જ કાળે સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ( વીતરાગી અંશ) પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે. ત્યાં ક્રિયારૂપ પરિણામથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથી એવું વસ્તુ સ્વરૂપ છે. ત્રણે કાળે શુદ્ધસ્વરૂપ અનુભવજ્ઞાન જે છે તે વડે કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું જ એવું સ્વરૂપ છે. ક્રિયારૂપ પરિણામથી સંવર-નિર્જરા અંશમાત્ર થતાં નથી, પણ તેનાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે.
પ. પુણ્ય-પાપમાં વ્યવહારનયે વિશેષ હોવા છતાં નિશ્ચય (ભેદ) નથી - શુભપયોગથી સાધ્ય જે ઇન્દ્રિય-સુખ તે નિશ્ચય (ખરેખર) દુઃખ છે. વ્યવહારનયે વિશેષ હોવા છતાં નિશ્ચયનયે એ પ્રસિદ્ધ છે કે શુદ્ધોપયોગથી વિલક્ષણ એવા શુભાશુભોપયોગમાં ભિન્નતા કોઈ રીતે થઈ શકતી નથી. શુભાશુભ ઉપયોગના દ્વતની માફક અને સુખદુ:ખના દ્વતની માફક પરમાર્થ પુણ્ય-પાપનું ત ટકતું (રહેતું) નથી કારણ કે બન્નેમાં
૧. સમયસાર કળશ ટીકા પૃ. ૧૧ર-૧૧૩, કળશ ૧૧૦. પુણ્ય-પાપ અધિકાર કળશ ૧૧. ૨. પ્રવચનસાર ગા. ૭ર પૃ. ૯૨ શ્રી જયસેનજી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com