________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨]
[દ્રવ્ય-સંગ્રહ નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ- આત્મામાં એકાગ્ર થઈ શુભ-અશુભ બંને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે અને એ સમ્યક તપથી નિર્જરા થાય છે. આવું તપ સુખદાયક છે; પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. એ નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ છે. ( જ્ઞાનીને તપકાળે પરિણામોની શુદ્ધતાનુસાર નિર્જરા કહી છે, માત્ર બાહ્ય તપથી નિર્જરા માનવી તે પણ ભૂલ છે.)
૩. સવિપાક નિર્જરાઃ- દ્રવ્યકર્મો ઉદયમાં આવતાં છતાં એટલે દરજ્જુ જીવ તેનાથી પાછો ફરે અર્થાત્ ન જોડાય તેટલે દરજે સમ્યગ્દષ્ટિને સંવરપૂર્વક નિર્જરા થાય છે. (અજ્ઞાનીઓની સવિપાક નિર્જરા અહીં ન લેવી.) સમ્યગ્દષ્ટિને સવિકલ્પ દશામાં જે શુદ્ધપરિણતિ થાય છે, તેનાથી નિર્જરા થાય છે. તે અશુભકર્મોનો વિનાશ કરે છે. પણ શુભ કર્મોનો વિનાશ નથી કરતી પણ સંસાર-સ્થિતિને ઘટાડે છે.' ( નિર્વિકલ્પ દશામાં જે નિર્જરા થાય છે તે શુભ-અશુભ બંને કર્મોનો વિનાશ કરે છે.
૪. અવિપાક નિર્જરાઃ- આત્માની શુદ્ધપરિણતિ થતાં સત્તામાં રહેલાં કર્મોની સ્થિતિ ઓછી થાય છે, અને તે જ્યારે આત્માથી જુદાં
૧. બૃ. દ્રવ્યસંગ્રહ રાયચંદ્રશાસ્ત્રમાલાનું, ગા. ૩૬ ટીકા પૃ. ૧૩૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com