________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવસંવર અને દ્રવ્યસંવરનું લક્ષણ ]
[૯૩ પૂર્ણ શુદ્ધ પર્યાય છે તેની માફક પૂર્ણ શુદ્ધ પણ નથી. પણ તે બંને પર્યાયોથી વિલક્ષણ શુદ્ધાત્માના અનુભવસ્વરૂપ નિશ્ચયરત્નત્રય-મોક્ષનું કારણ–તે એકદેશ વ્યક્તિરૂપ (–એટલે કે એકદેશ આવરણરહિત એવી) ત્રીજા પ્રકારની અવસ્થાન્તર છે.
૬. શુદ્ધોપયોગની શરૂઆતઃ- (૧) ચોથા ગુણસ્થાને અનાદિની મિથ્યાષ્ટિ જતાં ૪૧ પ્રકૃતિનો સંવર શરૂ થાય છે, તે નિશ્ચયસમ્યગ્દર્શનનો મહિમા છે. તે પ્રથમ નિર્વિકલ્પ દશા થતાં થાય છે. તે નિર્વિકલ્પ દશા અલ્પ કાળ રહે છે, અને પછી ઘણે અંતરાળે થાય છે. ( પરંતુ જે શુદ્ધતા થઈ છે તે ચાલુ રહે છે અને તે ક્રમે-કમે વધે છે. એ શુદ્ધતાને શુદ્ધપરિણતિ કહેવામાં આવે છે. એવી રીતે ચોથા ગુણસ્થાનથી અંશે, શુદ્ધ-અંશે અશુદ્ધ એવી મિશ્ર ચારિત્રપર્યાય હોય છે. જે ઉપર પારા ૨-૩-૪માં બતાવ્યું છે.) આ નિર્વિકલ્પ દશા તે જ શુદ્ધોપયોગ છે. પરંતુ ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ બહુ ગૌણ છે અને શુભોપયોગ પ્રચૂરપણે હોય છે. તેથી બહુપદના પ્રધાનપણાના કારણે “આમ્રવનનિમ્બવન” માફક શુભપયોગ અથવા પરંપરા શુદ્ધોપયોગ (નિમિત્ત) સાધક શુભોપયોગ હોય છે એમ કહેવાની શાસ્ત્રની પદ્ધતિ છે. પણ તેથી ૪-૫ ગુણસ્થાનમાં નિર્વિકલ્પદશા અર્થાત્ શુદ્ધોપયોગ
૧. મોક્ષમાર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજી ચિઠી પૃ. ૩૪૯, આત્મઅવલોકન પૃ. ૧૬ર
૬૩-૬૫. ૨. પ્રવચનસાર ગા. ૯ જયસેનજી ટીકા પૃ. ૧૧ પ્ર. સાર અ. ૩ ગા. ૪૮ પૃ. ૩૪૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com