________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[દ્રવ્યસંગ્રહ અશુદ્ધિ હોય છે. આવી દશા દશમા ગુણસ્થાનના અંત સુધી રહે છે. યથાખ્યાતચારિત્ર પ્રગટતાં આ મિશ્ર દશા રહેતી નથી.
૪. ચારિત્રગુણની શુદ્ધ અવસ્થા વિષે:- ચોથે ગુણસ્થાને 'સ્વરૂપાચરણચારિત્ર અનંતાનુબંધી કષાયનો અભાવ થતાં થાય છે.
પ્રશ્ન:- તેનું સ્વરૂપ કેવું છે ?
ઉત્ત૨:- જેમ સુવર્ણને પકાવતાં તેની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે; તેમ જીવદ્રવ્યના અનાદિથી જે અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામ છે તે જાય છે. શુદ્ધસ્વરૂપમાત્ર શુદ્ધચેતનારૂપ જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર કહીએ. તે મોક્ષમાર્ગ છે. (૨) તેનું વિશેષ-શુદ્ધ પરિણમન સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધી શુદ્ધપણાના અનંત ભેદ છે. તે ભેદ જાતિભેદ તો નથી; પણ ઘણી શુદ્ધતા, તેનાથી વળી ઘણી શુદ્ધતા, તેનાથી પણ ઘણી શુદ્ધતા-એવા થોડાઘણાં રૂપ ભેદ છે. ભાવાર્થ એવો છે કે-જેટલી શુદ્ધતા હોય તેટલું મોક્ષ-કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય ત્યારે સંપૂર્ણ કર્મક્ષયલક્ષણ મોક્ષપદની પ્રાપ્તિ થાય.
૫. સંવ૨:- સંવર શબ્દનું વાચ્ય શુદ્ધોપયોગ છે. તે સંસારના કારણભૂત મિથ્યાત્વ-રાગાદિની માફક અશુદ્ધ નથી તેમ કેવળજ્ઞાનસ્વરૂપ
૧. પં. ગોપાલદાસજીકૃત હિંદી જૈન સિદ્ધાંત પ્રવેશિકા પ્રશ્ન ૨૨૨-૨૨૩. ૨. સમયસાર કલશ. ૭; પુણ્ય-પાપ-અધિકાર. ટીકા રૃ. ૧૦૭, લશ. ૧૦૬. ૩. બૃ. દ્રવ્યસંગ્રહ ટીકા, આ ગાથા નીચે રૃ. ૮૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com