________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વ શક્તિ
હવે પ્રભુત્વશક્તિ કહીએ છીએ:
અખંડ પ્રતાપ સ્વતંત્ર શોભિત પ્રભુત્વશક્તિ [જેનો પ્રતાપ અખંડિત છે એવા સ્વાતંત્ર્યથી (–સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ.૧] સામાન્યપણાથી તો એકરૂપ વસ્તુનું પ્રભુત્વ બિરાજી રહ્યું છે, અને વિશેષપણે દ્રવ્યનું પ્રભુત્વ જા છે, ગુણનું પ્રભુત્વ જુદું છે અને પર્યાયનું પ્રભુત્વ જુદું છે. દ્રવ્યના પ્રભુત્વથી ગુણ-પર્યાયનું પ્રભુત્વ છે અને ગુણ-પર્યાયના પ્રભુત્વથી દ્રવ્યનું પ્રભુત્વ છે; કેમકે દ્રવ્ય વડે ગુણ-પર્યાય છે, ગુણ-પર્યાય વડેદ્રવ્ય છે. દ્રવ્ય ગુણી છે, ગુણ (તે) ગુણ છે. ગુણીદ્વારા ગુણની સિદ્ધિ છે, ગુણ દ્વારા ગુણીની સિદ્ધિ છે, (હવે ) વિશેષ પ્રભુત્વ કહીએ છીએ.
દ્રવ્યનું પ્રભુત્વ દ્રવ્યમાં જે પ્રભુત્વ છે તે ગુણ-પર્યાયના અનંત પ્રભુત્વ સહિત છે, તથા અખંડિત પ્રતાપ સહિત છે; (તે) ગુણ-પર્યાયને દ્રવે છે તેથી ગુણ-પર્યાયના સ્વભાવને ધારણ કરીને દ્રવ્યના અનંત મહિમારૂપ પ્રભુત્વને દ્રવ્યમાં પ્રકટ કરે છે. તે એક અચલ દ્રવ્યનું પ્રભુત્વ અનેક સ્વભાવ-પ્રભુત્વનું કર્તા પ્રવર્તે છે એટલે સર્વ પ્રભુત્વનો પુંજ દ્રવ્યપ્રભુત્વ છે. હવે ગુણનું પ્રભુત્વ કહીએ છીએ.
૧. સમયસાર ગુજ. પૃ. ૫૭૩-૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com