________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૮ :
ચિદ્ વિલાસ સામાન્ય-વિશેષ દ્વારા કે ભેદ-એભેદદ્વારા વસ્તુમાં ધ્યાન ધરીને સિદ્ધિ કરે તેને પણ અર્થથી અર્થાતર કહીએ.
શબ્દ એટલે વચન; એક દ્રવ્ય વચન, બીજાં ભાવ વચન. અહીં ભાવવચન સમજવું. ભાવશ્રુત એટલે વસ્તુના ગુણમાં લીનતા. ભાવ વચનમાં જે ગુણ-વિચારદ્વાર હતું તે ફરી બીજા ગુણમાં બીજા વિચાર ન કરતાં સ્થિરતા વડે આનંદ થાય છે. વસ્તુને પામવાના બીજા બીજા (નવા નવા ) વિચાર શબ્દદ્વારા અંતરંગમાં થાય તેને શબ્દાંતર કહીએ. ઉપયોગમાં એમ જાણ્યું કે હું દ્રવ્ય છું, હું જ્ઞાનગુણ છું, હું દર્શન છું, વીર્ય છું.
અહં” એટલે પોતે પોતાના પદમાં દ્રવ્ય-ગુણદ્વારા “અહું” એવી શબ્દ-કલ્પનાવડે સ્વપદની પ્રતીતિ સ્થાપી (અને ) આનંદકંદમાં સ્વરૂપાચરણવડ સુખ થાય છે તે સમાધિ છે. વચનોગના ભાવથી ગુણસ્મરણ થયું; વિચાર સુધી વચન હતું, વિચાર છૂટી જતાં મન જ લીનતામાં રહી ગયું-વચનયોગથી છૂટીને મનોયોગમાં આવ્યો તેને યોગથી યોગાંતર કહીએ.
વિચાર એવો શબ્દ છે, “ધ્યેય [ રૂ૫] વસ્તુ” એવો વિચારનો અર્થ છે અને તે ધ્યેયરૂપ વસ્તુના વિચારને જાણે તે જ્ઞાન છે-આ પ્રમાણે (ત્રણ) જુદા ભેદ લગાડવા-અથવા વિચારમાં જે ઉપયોગ આવે તે ઉપયોગમાં પરિણામની સ્થિરતા તે જ ધ્યાન, તેનાથી ઊપજેલો જે આનંદ તેમાં લીનતા (રૂપ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ [૭] તેનું નામ વિચાર-અનુગત સમાધિ કહીએ.
૫. આનંદ-અનુગત સમાધિ. હવે, આનંદ-અનુગત સમાધિ કહીએ છીએ:જ્ઞાનવડે નિજસ્વરૂપને જાણે, તે જાણતાં આનંદ થાય તે જ્ઞાનાનંદ, દર્શનવડે નિજપદને દેખતાં આનંદ થાય તે દર્શનાનંદ, નિજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com